Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મનપા, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારી નક્કી કરવા કવાયત:ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, હોદો મેળવવા લોબિંગ શરૂ

    2 days ago

    મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડનારા પ્રમુખ અને મેયર જેવા મહત્વના પદો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રદેશ કક્ષાએથી નિમણૂક પામેલા ત્રણ નિરીક્ષકો વિનોદભાઈ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈએ મહેસાણા પહોંચીને કાર્યકરો અને દાવેદારોની સેન્સ લેવાની કામગીરી શરૂ કરી છે. આ સેન્સ પ્રક્રિયામાં મહેસાણા મહાનગરપાલિકાના આગામી મેયરની પસંદગી માટે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પ્રમુખ તેમજ 5 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે યોગ્ય ચહેરાઓની પસંદગી કરવા માટે નિરીક્ષકો દ્વારા સ્થાનિક હોદ્દેદારો અને સદસ્યોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. સેન્સ બાદ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નામો પર મહોર મારશે નોંધનીય છે કે મહેસાણા જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે.જેના કારણે પ્રમુખ પદ માટેના દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી આ સેન્સનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જેના આધારે આખરી નામોની જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ હવે સત્તાના મહત્વપૂર્ણ પદો માટે પસંદગી પ્રક્રિયા તેજ બની છે. આજે મહેસાણા મહાનગરપાલિકાના મેયર તેમજ જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની પસંદગી માટે પ્રદેશ ભાજય દ્વારા નિયુક્ત નિરીક્ષક મહેસાણા કમલમ ખાતે સેન્સ લીધા બાદ દરેક પદ માટે ત્રણ -ત્રણની પેનલ બનાવાશે. હોદા મેળવવા સભ્યોનું લોબિંગ શરૂ આ પહેલા જ મહત્વના પદ મેળવવા માટે ચૂંટાયેલા સભ્યોમાં અંદરખાને લોબિંગ તેજ થઈ ગયું છે. તે માટે પતિદેવો દોડાદોડ કરી રહ્યા છે. જોકે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સંગઠનમાં પોતે અથવા તેમના પતિ કોઇ હોદ્દા પર હોય તો આવી ઉમેદવારીને પ્રાથમિકતા આજે સવારે 9-30 વાગ્યાથી કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ તાલુકા પંચાયતોમાં અનુક્રમે જોટાણા, કડી, બહુચરાજી, વિસનગર, ઊંઝા, વિજાપુર, સતલાસણા, ખેરાલુ, વડનગર અને મહેસાણા તાલુકા પંચાયતના દાવેદારો અંગે સેન્સ લેવાશે. ત્યાર પછી બપોરે 3.30 વાગ્યાથી નગરપાલિકાઓ કડી, બહુચરાજી, વિજાપુર, ઊંઝા અને વિસનગર માટે સેન્સ લેવાશે. સાંજે 6 વાગે જિલ્લા પંચાયત માટે અને છેલ્લે સાંજે 7 વાગ્યાથી મહેસાણા મહાનગરપાલિકા માટે સેન્સ લેવામાં આવશે. દરેક સંસ્થા માટે અડધા ક્લાકનો સમય નક્કી કરાયો છે.તેવું જાણવા મળ્યું છે
    Click here to Read More
    Previous Article
    વાડી વિસ્તારમાં વૃદ્ધને ગભરામણ થતા ઢળી પડ્યા ને મોત થયું:પિતાને બચાવવા પુત્રએ CPR આપ્યું, છતાં પરિણામ ન મળતા હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં મૃત જાહેર કરાયા
    Next Article
    અમરેલીમાં ટેમ્પો-બાઇક અકસ્માત: પતિનું મોત:જેસિંગપરામાં ઘટના, પત્ની ઇજાગ્રસ્ત; મૃતદેહ 2 કલાક રઝળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment