Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી ઉપર બેસી રીલ બનાવી:'તું ખીચ મેરી ફોટો'ના ગીત સાથે વીડિયો બનાવ્યો, પીઆઈએ કહ્યુ વાયરલ વીડિયોની તપાસ કરીશું

    2 days ago

    અમદાવાદ પોલીસની ગાડીનો ઉપયોગ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કરવાનો હોય છે, પરંતુ અમદાવાદ પોલીસની 112 જનરક્ષકની સરકારી ગાડી પર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.રિવરફ્રન્ટ પર ગાડી ઉપર બેસીને વીડિયો બનાવી 'તું ખીચ મેરી ફોટોના ગીત' સાથે બનાવવામાં આવેલી રીલનો વાયરલ થયેલો વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જોકે સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ આવેલો છે તેમાં આ વીડિયો રિવરફ્રન્ટ પૂર્વ તરફનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે આ વીડિયોની તપાસ શરૂ કરી છે, પરંતુ એક સરકારી ગાડી પર બેસીને આ રીતે વીડિયો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પીઆઈએ કહ્યુ વાયરલ વીડિયોની તપાસ કરીશું સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી રજિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ. જે વીડિયો જોવામાં આવી રહ્યો છે, તેમાં સ્પષ્ટ લોકેશન કઈ બાજુનું છે ખબર નથી અને ગાડી નંબર પણ દેખાતો નથી જેથી અમે વ્યક્તિગત રીતે તપાસ કરાવી રહ્યા છીએ. આ વીડિયો તાજેતરનો છે કે જૂનો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડી પર બેસીને રીલ ને રોલા સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની 112 નંબરની જનરક્ષક ગાડી ઉપર બેસીને બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિવરફ્રન્ટ ખાતે લોઓર પ્રોમિનાડમાં પોલીસની ગાડી ઉભી રાખી આગળના બોનેટના ભાગે બેસીને વીડિયો બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જે વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. રાત્રિના સમયે વીડિયો બનાવવામાં આવ્યો છે. પોલીસની જનરક્ષક ગાડી નાગરિકોની સુરક્ષા અને પેટ્રોલિંગ માટે હોય છે, પરંતુ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગાડી ઉભી રાખી અને બેસી આવા લોકોને રીલ બનાવવા આપે છે. આ પણ વાંચો સુરતના ધમધમતા રેલવે ટ્રેક પર યુવતીએ રીલ બનાવી રીલ્સ બનાવવાનું ગાંડપણ યુવાઓને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. 2 માર્ચે,2026ના સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક પર એક યુવતીએ ફિલ્મી ગીત પર રીલ્સ બનાવતા ચકચાર મચી છે. જીવને જોખમમાં બનાવાયેલી આ રીલ મામલે હવે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટમાં ગઈકાલે જ સેલ્ફી લેવાના ચક્કરમાં વંદે ભારત ટ્રેન અડફેટે 3 લોકો આવી જતા 2 લોકોના મોત નિપજ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરી મતદાન ચાલુ:ડાયમંડ હાર્બરમાં EVM બગડ્યું, મતદારોએ કહ્યું- અડધા કલાકથી રાહ જોઈ રહ્યા છીએ
    Next Article
    મોડાસા વન વિભાગે 250 પાણીના કુંડાનું વિતરણ કર્યું:અરવલ્લીમાં અબોલા પક્ષીઓ માટે ઉનાળામાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment