Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરી મતદાન ચાલુ:ડાયમંડ હાર્બરમાં EVM બગડ્યું, મતદારોએ કહ્યું- અડધા કલાકથી રાહ જોઈ રહ્યા છીએ

    2 days ago

    ચૂંટણી પંચના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં આજે 15 બૂથો પર ફરીથી મતદાન થઈ રહ્યું છે. 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 અને મગરહાટ પશ્ચિમના 11 બૂથો પર હિંસા, EVM સાથે છેડછાડ અને ઘર્ષણ થયું હતું. ડાયમંડ હાર્બરના રોયનગર પ્રાથમિક સ્કૂલમાં બૂથ નંબર 243 પર એક મતદારે ફરિયાદ કરી કે, અહીં EVM બગડ્યું છે. અમે અડધા કલાકથી વધુ સમયથી મતદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છીએ. ખરેખરમાં, 29 એપ્રિલના રોજ આ બૂથ પર બીજા તબક્કાના મતદાન દરમિયાન EVM સાથે છેડછાડ અને ઘર્ષણની ફરિયાદો મળી હતી. પરિણામે, ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બધા બૂથ દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવે છે. ચૂંટણી પંચે આ બૂથો પર થયેલા મતદાનને અમાન્ય જાહેર કરીને શુક્રવારે ફરીથી મતદાનની જાહેરાત કરી હતી. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. બાકીના બંને તબક્કાના મતદાન અને આજની રી-પોલિંગ (પુનર્મતદાન) પછી મતોની ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે. આ તરફ, BJPએ ચૂંટણી પંચના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે બંને બેઠકોના કેટલાક અન્ય બૂથો પર પણ મતદાન થવું જોઈતું હતું. જોકે, TMCએ ફરીથી મતદાન માટે BJPને જ જવાબદાર ઠેરવી છે અને આરોપ લગાવ્યો છે કે BJP બંગાળને બદનામ કરવા માંગે છે. આ અગાઉ ગુરુવાર-શુક્રવારે TMCએ EVM સ્ટ્રોંગ રૂમનો વીડિયો બતાવીને BJP પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. મોડી રાત સુધી બંને પક્ષોના કાર્યકરો અને નેતાઓ હોબાળો અને પ્રદર્શન કરતા રહ્યા હતા. મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીએ થોડા કલાકો સ્ટ્રોંગ રૂમમાં પણ વિતાવ્યા હતા. ફરી મતદાનના 2 ફોટા… દક્ષિણ 24 પરગનાની બે વિધાનસભા બેઠકો પર ફરીથી મતદાન અંગે અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Sydney Sweeney-Scooter Braun go Instagram official a year after meeting at Jeff Bezos’ wedding
    Next Article
    અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી ઉપર બેસી રીલ બનાવી:'તું ખીચ મેરી ફોટો'ના ગીત સાથે વીડિયો બનાવ્યો, પીઆઈએ કહ્યુ વાયરલ વીડિયોની તપાસ કરીશું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment