Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા આયોજન:શાળા છોડી ગયેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા યોજાશે પુન: પ્રવેશોત્સવ

    2 days ago

    ગુજરાતભરમાં શાળા છોડી ગયેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા ‘પુનઃ પ્રવેશોત્સવ’ અભિયાનનો પ્રારંભ કરી રહી છે અને તેનો મુખ્ય હેતુ શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો છે. આ અભિયાનમાં મુખ્ય લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100% નોંધણી પ્રાપ્ત કરવાનો છે. પુનઃ પ્રવેશોત્સવ અભિયા અંતર્ગત તા. 31 મે, 2026 સુધીમાં સર્વે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે. આ માટે CTS પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. ​ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા અને રાજ્યમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘પ્રગતિના પ્રવેશોત્સવ’ ની સાથે હવે શાળા બહારના બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘પુનઃ પ્રવેશોત્સવ’ ઉજવવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં પૂર્વ-પ્રાથમિકથી ઉચ્ચત્તર માધ્યમિક સ્તર સુધી 100% કુલ નોંધણી ગુણોત્તર (GER) પ્રાપ્ત કરવાનો છે. આ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 1 થી 11માં અભ્યાસ છોડી ગયેલા (ડ્રોપ-આઉટ) વિદ્યાર્થીઓની ઓળખ CTS પોર્ટલ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ​ડેટા આધારિત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હેતુ 2030ના વર્ષ સુધીમાં 100 નોંધણી પ્રાપ્ત કરવાનો છે. ડ્રોપ-આઉટ અટકાવવા આયોજન ચાલુ વર્ષે ધોરણ 1, 6, 9 અને 11 માં નવા પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ ન છોડે તે માટે CTS પોર્ટલ પર ઓનલાઇન 'પ્રિ' અને 'પોસ્ટ' સર્વે ફોર્મ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ. અને આંગણવાડી જેવા વિવિધ વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લાવાર ડ્રોપ-આઉટ બાળકોની યાદી તૈયાર કરાઇ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જિલ્લાવાર ડ્રોપ-આઉટ બાળકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીનું નામ, વાલીનો સંપર્ક નંબર અને અગાઉની શાળાની વિગતો સામેલ છે. આ માહિતીના આધારે શિક્ષકો અને શિક્ષણ અધિકારીઓ દ્વારા તા. 31/05/2026 સુધીમાં આ બાળકોનો રૂબરૂ સંપર્ક કરી તેમને વયજૂથ મુજબ ફરી શાળામાં પ્રવેશ અપાશે.
    Click here to Read More
    Previous Article
    CAની પરીક્ષા:અમરજ્યોતિ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ કેન્દ્રમાં આજથી CAની પરીક્ષા
    Next Article
    પોલીસ ફરિયાદ:મિત્રતાની જાળમાં ફસાવી પરિણીતા પાસેથી 1.39 લાખ પડાવનાર સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment