Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રોડના ખાડાઓ પૂરાવો, ઓવરલોડ વાહનો અટકાવો, માત્ર હેલ્મેટના નામે દંડ વસૂલી માર્ગ સલામતી સપ્તાહ ન ઉજવાય

    2 days ago

    તાજેતરમાં એક મહિના માટે ફરી એક વખત સરકારે હેલ્મેટ પહેરવા ફરજિયાત કરી છે. ​માર્ગ સલામતીના નામે માત્ર હેલ્મેટને ફરજિયાત કરી દંડ વસૂલવાની નીતિ સામે હવે જનતામાં અનેક તર્કબદ્ધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સલામતીના નામે નિયમ પાલન કરાવતી સરકાર અને તંત્રએ એ પણ જોવું જોઈએ કે રોડ પરના જીવલેણ ખાડા-ખોદાણ અને બિસ્માર રસ્તાઓ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. માત્ર હેલ્મેટ પહેરવાથી સુરક્ષા નથી મળતી, પરંતુ સુરક્ષિત રસ્તાઓ હોવા પણ એટલા જ અનિવાર્ય છે. શહેરમાં બેફામ સ્પીડે દોડતા ઓવરલોડ વાહનો અને ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાડીને ‘રોંગ સાઈડ'માં આવતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીનો અભાવ માર્ગ સલામતીના દાવાઓ પર સવાલિયા નિશાન ઊભું કરે છે. જો તંત્ર સામાન્ય નાગરિક પાસેથી હેલ્મેટના નિયમનું ચુસ્ત પાલન ઈચ્છતું હોય તો રસ્તાઓનું સમારકામ અને જોખમી રીતે ડ્રાઈવિંગ કરનારાઓ સામે પણ એટલી જ કડક ઝુંબેશ ચલાવવી જોઈએ. હેલ્મેટ પહેરવા છતાં જો કોઈ ખાડાને કારણે કે રોંગ સાઈડમાં આવતા વાહનને કારણે અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોની? તંત્રએ માત્ર 'હેલ્મેટ ડ્રાઈવ' ચલાવવાને બદલે 'સેફ રોડ ડ્રાઈવ' પણ ચલાવવાની જરૂર છે. જેમાં સ્પીડ લિમિટનું પાલન, રોંગ સાઈડ એન્ટ્રી પર રોક અને ગુણવત્તાયુક્ત રસ્તાઓનો સમાવેશ થવો જોઈએ. લોકોની સલામતી ત્યારે જ જળવાશે જ્યારે કાયદો અને વ્યવસ્થા બંને સમાન રીતે કામ કરશે. હેલ્મેટ પહેરવી એ નાગરિકની ફરજ છે, પરંતુ સુરક્ષિત માર્ગો આપવા એ સરકારની નૈતિક અને બંધારણીય જવાબદારી છે. અવરોધમુક્ત રસ્તાઓ મળવા એ વાહનચાલકોનો અધિકાર ​હેલમેટના દંડ સાથે રોડની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાના પાયાના પ્રશ્નો ઉકેલવા જરૂરી છે. કારણ કે માર્ગ સુરક્ષા એ એકતરફી જવાબદારી નથી. જ્યારે વાહનચાલક દંડ ભરે છે ત્યારે તેને સુરક્ષિત અને અવરોધમુક્ત રસ્તાઓ મેળવવાનો પણ અધિકાર છે. -ડૉ. નેહલ ત્રિવેદી, નિસ્બત ફાઉન્ડેશન
    Click here to Read More
    Previous Article
    એક દિવસમાં 2.1 ડિગ્રી તાપમાન વધ્યું:42.5 ડિગ્રી સાથે આ ઉનાળાનો સૌથી ગરમ દિવસ
    Next Article
    વેળાવદરમાં વન્યજીવોની ગણતરી કરાઈ:રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારની સંખ્યા 520 ‌વધીને 6263 થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment