Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક દિવસમાં 2.1 ડિગ્રી તાપમાન વધ્યું:42.5 ડિગ્રી સાથે આ ઉનાળાનો સૌથી ગરમ દિવસ

    2 days ago

    ભાવનગરમાં આજથી ઉનાળાના મુખ્ય ગણાતા મે માસના આરંભ સાથે જ ગરમ પવન સાથે42.5 ડિગ્રી તાપમાને કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે અને આજે આ ઉનાળાની સિઝનમાં સૌ પ્રથમવાર બપોરે ગરમીનો પારો 42 ડિગ્રીને વટીને 42.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો જે આ ઉનાળાનું સર્વાધિક તાપમાન હતું. આગામી દિવસોમાં હવામાન વિભાગ તરફથી તાપમાન વધવાની અને હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આજે ગરમ પવન ફૂંકાતો રહેતા એક જ દિવસમાં 2.1 ડિગ્રી સેન્ટિગ્રેડ વધીને 42.5 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ જતા બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ શહેરીજનોને થયો હતો. શહેરમાં લઘુતમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 24.0 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું તે આજે 1.6 વધીને 25.6 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 % હતું તે સાંજે ઘટીને 59 % રહ્યું હતું. શહેરમાં આજે સવારે પવનની ઝડપ 20 કિલોમીટર હતી જે સાંજના સમયે વધીને 42 કિલોમીટર નોંધાઇ હતી. આથી આખો દિવસ શહેરમાં ગરમ પવન સાથે વંટોળીયો ફૂંકાતો રહ્યો હતો. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાતા બપોરે સામાન્ય કરતા 4.3 ડિગ્રી સેન્ટિગ્રેડ વધુ ઉષ્ણતામાન નોંધાયું હતું. બપોરે છત, ધાબા અને દીવાલોમાંથી અંગારા વરસ્યા મે માસના આજે આરંભ સાથે જ સૌથી ગરમ દિવસે બપોરના સમયે આગ ઝરતી ગરમીને કારણે પંખામાંથી ગરમ હવા ફૂંકાઈ હતી. છત, ધાબા, દિવાલો તો જાણે અગન જવાળાઓ વરસાવી રહી હોય તેવી ગરમ ધગધગતી થઈ ગઈ હતી. પાણીના ટાંકા અને દેશી ફ્રીઝ ગણાતા માટલામાંથી તો વગર હીટરે ગરમ પાણી નીકળ્યા હતા. પ્રથમ વખત કાળઝાળ ગરમીની અસર સાંજે પણ જોવા મળી હતી. એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં શહેરમાં પવનની ઝડપ વધી રાજસ્થાન પર સાઇક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયા હતા, જેથી પવનોની ઝડપ વધીને આજે તો સાંજે 42 કિલોમીટર થઇ ગઇ હતી. આ સિસ્ટમની અસર દૂર થતાં ઝડપી પવનો બંધ થશે. ભાવનગરમાં મે માસના ત્રીજા સપ્તાહમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીથી પણ ઉપર જશે મે એટલે ઉનાળો,ગરમી અને તાપમાન એક બીજાનો પર્યાય બની ગયા છે. છેલ્લા 20-25 વર્ષથી અલનીનોને તાપમાન માટે આગળ કરવામાં આવે છે પરંતુ તાપમાન માટે 60-70 % સૂર્ય અને 30-40% અલનીનો જવાબદાર છે. મે મહિનામાં અલ નીનોની શરૂઆત થાય છે તેથી તેના નજીવા પ્રભાવની શરૂઆત છે. અલ નીનો જૂનમાં સક્રિય થતા ગરમી કરતા વરસાદ પર અસર કરે છે. ખાસ કરીને ભાવનગરમાં મે માસના ત્રીજા સપ્તાહ, એટલે કે 15 મેથી 22 મે દરમિયાન વર્ષની તીવ્ર ગરમીનો તબક્કો આવશે અને દિવસનુ તાપમાન 40-43 ડિગ્રી રહેશે જે 45 ડિગ્રીથી વધુ હોય તેવું દમનકારી અનુભવાશે. આ ઉપરાંત પહેલુ અઠવાડિયુ (1 થી 7 મે) સ્વચ્છ આકાશ,શુષ્ક ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશ સાથે રાત્રીનું તાપમાન 26 ડિગ્રી સેન્ટીગ્રેડથી 28 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે. સાથે બીજા સપ્તાહની તુલનામાં ઓછી ગરમી રહેશે. બીજુ અઠવાડિયુ (8 થી 14 મે ) આખા વર્ષના તીવ્ર ગરમ દિવસોની શરૂઆત તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડથી 42 ડિગ્રી સેન્ટીગ્રેડ અને સાથે હીટ વેવ વિશેષ જોવા મળે, બપોરનો આકરો સમય અને જમીન તથા રોડ તપી જતા તીવ્ર ગરમી 44 ડિગ્રીથી પણ વધુ અનુભવાશે. ચોથુ અઠવાડિયુ ( 23થી 31 મે ) આકરી ગરમી,તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડથી 42 ડિગ્રી સેન્ટીગ્રેડ અને સાથે જ વધવાની શરૂઆત-માવઠાની શકયતા અને ગરમીમાં રાહત નહી મળે. એકંદરે મે માસમા સામાન્ય કરતા વધુ તાપમાન ગરમીનો અહેસાસ કરાવશે. મેના અંતમાં પ્રિ મોન્સૂન વરસાદ કે વાવાઝોડુ આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વીજ કાપ જાહેર:સોમવારે ઇસ્કોન ફીડરમાં 6 કલાકનો વીજ કાપ જાહેર
    Next Article
    સિટી એન્કર:રોડના ખાડાઓ પૂરાવો, ઓવરલોડ વાહનો અટકાવો, માત્ર હેલ્મેટના નામે દંડ વસૂલી માર્ગ સલામતી સપ્તાહ ન ઉજવાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment