Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેળાવદરમાં વન્યજીવોની ગણતરી કરાઈ:રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારની સંખ્યા 520 ‌વધીને 6263 થઈ

    2 days ago

    વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે 1 લાખ હેકટરના જેટલા બૃહદ વિસ્તારવાળા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગત તા.29 અને 30મી એપ્રિલના બે દિવસ વન્યજીવોની ગણતરી કરવામાં આવી હતી. ભાવનગરથી 42 કિ.મી.થી અંતરે ભાલ વિસ્તારમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કરાયેલી ગણતરીના સત્તાવાર આંકડા જાહેર કરાયા છે, જેમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના વન વિસ્તારમાં વિચરતા કાળિયાર હરણની વસ્તી ગત વર્ષની સરખામણીએ 520ના વધારા સાથે હવે 6263 થઇ છે. કાળિયાર હરણ ઉપરાંત નીલગાયની વસ્તી નજીવા ઘટાડા સાથે 838 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ઉદ્યાનના 25 બ્લોકમાં વન્યજીવોની ગણતરીની કામગીરીમાં ફોરેસ્ટ સ્ટાફ, એન.જી.ઓ. અને ભાવનગર યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સહિતના સભ્યોની ટીમો જોડાઈ હતી. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના વિસ્તારોમાં વિચરતા કાળિયાર હરણ, નીલગાય અને વરૂની સંખ્યાનો તાજો આંક મેળવવા દર વર્ષે ઉનાળાની સિઝનમાં ગણતરી કરવામાં આવતી હોય છે. ખાસ ગણતરી અભિયાન દરમિયાન મુખ્યત્વે કાળિયાર હરણ (બ્લેકબક) અને નીલગાય (બ્લ્યુ બુલ)ની ગણતરી કરી સંખ્યાનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. વર્ષ-2026ની ઉનાળું સિઝનની વન્યજીવોની ગણતરી પ્રક્રિયામાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના વનકર્મીઓ, ફોરેસ્ટ વલભીપુર, સિહોર, બરવાળા અને ધોલેરાના વનકર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો અને ભાવનગર યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની ટીમો જોડાઈ હતી. વનકર્મીઓ સાથે નિષ્ણાતો, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો અને ભાવનગર યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની ટીમોએ મુખ્ય 3 ઝોન અને તેની નીચેના 6 સબ ઝોનમાં બ્લોક વાઈઝ ગણતરી કરી વન્યજીવ સૃષ્ટિનો આંકડો તાજો કર્યો છે. 6263 કાળિયારમાં 4020 માદા, 502 બચ્ચા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ઝોન-1,2 અને 3 નીચેના સબ ઝોન-1 થી 5માં આવતા 1 થી 22 બ્લોકમાં કરાયેલી ગણતરીમાં 6362 કાળિયાર હરણ નોંધાયા છે. જેમાં 1654 નર, 4020 માદા અને 502 બચ્ચાઓ તેમજ જાતિ ન ઓળખી તેવા 186 મળી કુલ 6362 કાળિયાર હરણની ગણતરી કરવામાં આવી છે. કાળિયાર હરણની માફક નીલગાયની ગણતરીમાં 351 નર, 376 માદા અને 87 બચ્ચાઓ તેમજ જાતિ ન ઓળખી તેવા 24 મળી કુલ 838 નીલગાયની ગણતરી કરવામાં આવી છે. કાળિયાર અને નીલગાયની ગણતરી પૂર્ણ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવ સંરક્ષણના ભાગરૂપે ઉનાળાની સિઝનમાં વન્યજીવોની ગણતરી કરવામાં આવતી હોય છે. જે અન્વયે કાળિયાર હરણ (બ્લેકબક) અને નીલગાય (બ્લ્યુ બુલ)ની ગણતરી પૂર્ણ કરાઈ છે. જેનો અમારી વડી કચેરીને ગણતરીનો રિપોર્ટ મોકલી આપવામાં આવશે. - એન.એન.જોષી, મદદનીશ વનસંરક્ષક, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રોડના ખાડાઓ પૂરાવો, ઓવરલોડ વાહનો અટકાવો, માત્ર હેલ્મેટના નામે દંડ વસૂલી માર્ગ સલામતી સપ્તાહ ન ઉજવાય
    Next Article
    'Not A Pretty Sight': Jamieson Blasted For Send-Off To 15-Year-Old Vaibhav

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment