Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લોકનો ઘા મારી યુવકને કર્યો ઈજાગ્રસ્ત:નિર્મળનગરમાં ઇલેક્ટ્રિશિયન યુવાન પર બે શખ્સનો હુમલો, બાઈકમાં તોડફોડ

    2 days ago

    શહેરના નિર્મળનગર વિસ્તારમાં મોડી રાત્રે પોતાના ભાડાના મકાન પર પરત ફરી રહેલા ઇલેક્ટ્રિશિયન યુવાન પર કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નિર્મળનગર ભાવુભાનો ચોક ખાતે ભાડે રહેતા અને મૂળ બોટાદ જિલ્લાના લાખિયાણી ગામના કિશનભાઈ જીવરાજભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા અને મોડી રાત્રે આશરે 12:30 વાગ્યે ચિત્રા વિસ્તારેથી પોતાના મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના મકાન નજીક મજબૂતસિંહ જાડેજા અને જયપાલસિંહ નામના બે શખ્સોએ તેમને અટકાવી અહીંથી તું કેમ નીકળે છે કહી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ મજબૂતસિંહે છરી બતાવી ધમકી આપી હતી જ્યારે જયપાલસિંહે તેમને લાફો માર્યો હતો. પોતાની જાન બચાવવા ભાગવાનો પ્રયાસ કરતા મજબૂતસિંહે નજીક પડેલા છૂટા બ્લોક વડે કિશનભાઈના જમણા પગની ઘૂંટી પર ઘા કર્યો હતો, જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કિશનભાઈએ વાત કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાના દાદાના દીકરા સાથે ભાડે મકાન રાખી રહેતા હતા. બનાવ વખતે આરોપીઓ સાથે અન્ય બે થી ત્રણ શખ્સો પણ હાજર હતા અને તેમના હાથમાં લાકડાના ધોકા હતા. છરી બતાવી ધમકાવતા તેઓ પોતાની જાન બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ આ દરમિયાન આરોપીઓએ ભેગા મળી તેમનું મોટરસાયકલ તોડી નાંખ્યું હતું. સમગ્ર બનાવને પગલે નિર્મળનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોરીનો મામલો આવ્યો સામે:પાલિતાણાના નવાગામે આવેલ બહુચરાજી માતાજીના મઢમાં અડધા લાખની ચોરી થઇ
    Next Article
    મિલકત વેરામાં ઐતિહાસિક વસૂલાત:એપ્રિલમાં જ મહાપાલિકાની તિજોરીમાં108 કરોડ છલકાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment