Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીનો મામલો આવ્યો સામે:પાલિતાણાના નવાગામે આવેલ બહુચરાજી માતાજીના મઢમાં અડધા લાખની ચોરી થઇ

    9 hours ago

    પાલિતાણા તાલુકાના નવાગામે આવેલ પાલડીયા પરિવારના બહુચરાજી માતાજીના મઢે કોઈ તસ્કરોએ મંદિરના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશી ચાંદીની મૂર્તિઓ સહિત ચાંદીના ઘરેણા અને દાન પેટી ની રકમ મળી અડધા લાખની કિંમતના મુદ્દા માલની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પાલિતાણાના નવાગામ બડેલી મુકામે આવેલ પાલડીયા પરિવારના બહુચરાજી માતાજી ના મઢે (મંદિરે) કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશી સીસીટીવી કેમેરા, બહુચરાજી માતાજીની પંચધાતુની મૂર્તિ, માતાજીના ચાંદીની નાની મૂર્તિ, સોનાનો હાર, ચાખડીઓ, ચાંદીના ફુલ સહિત સોના ચાંદીના ઘરેણા તથા દાન પેટીમાં રહેલા આશરે રોકડ રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 47,000 ના મુદ્દા માલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. ની મંદિરમાં સવાર સાંજ સેવા પૂજા કરતા અને ખેતી કામ કરતા તે ગામમાં જ રહેતા ધીરુભાઈ ખોડાભાઈ પાલડીયા એ પાલિતાણા રૂલર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    કોમેન્ટ્રી બોક્સમાં હગ-કીસનો VIDEO:અર્શદીપે શશાંકની આબરૂ કાઢી; મેચમાં ફેન્સ મોરેમોરો, RCB સપોર્ટરને દિલાસો આપ્યો
    Next Article
    બ્લોકનો ઘા મારી યુવકને કર્યો ઈજાગ્રસ્ત:નિર્મળનગરમાં ઇલેક્ટ્રિશિયન યુવાન પર બે શખ્સનો હુમલો, બાઈકમાં તોડફોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment