Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હિટ એન્ડ રન:રાજનગર ચોક પાસે બે સ્કૂટર વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત

    15 hours ago

    રાજકોટ શહેરના રાજનગર ચોક પાસે પુરપાટ ઝડપે આવતા એક હોન્ડા શાઈન મોટરસાયકલ ચાલકે એક્સેસ સવાર વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. મૂળ રાજકોટના અને હાલ વડોદરા સ્થિત પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ હરસુખભાઈ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા હરસુખભાઈ વેલજીભાઈ ઝાલા (ઉ.વ. 70) રાજકોટના રેલનગર વિસ્તારમાં એકલા રહેતા હતા. ગત તા. 29/04/2026ના રોજ રાત્રિના સમયે હરસુખભાઈ પોતાનું એક્સેસ મોટરસાયકલ (GJ-03-KN-5525) લઈને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. રાજનગર ચોક પાસે એક હોન્ડા શાઈન બાઈક (GJ-03-NH-0974) ના ચાલકે હરસુખભાઈના એક્સેસને પાછળથી ઠોકર મારી હતી. હરસુખભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તા. 30/04/2026ના રોજ વહેલી સવારે 5:00 વાગ્યે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને હોન્ડા શાઈનનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના પુત્ર કમલેશભાઈની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે ફરાર બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીબંધુઓ ઉપર જીવલેણ હુમલો:‘રાજકોટથી માણસો બોલાવી હમણાં જ પતાવી દઉં છું’ કહયા બાદ ગેંગ તૂટી પડી
    Next Article
    છેતરપીંડી:રાજકોટના વેપારી સાથે મેટલ સપ્લાયના બહાને બંગાળના શખ્સની રૂ.18 લાખની છેતરપીંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment