Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીબંધુઓ ઉપર જીવલેણ હુમલો:‘રાજકોટથી માણસો બોલાવી હમણાં જ પતાવી દઉં છું’ કહયા બાદ ગેંગ તૂટી પડી

    16 hours ago

    પડધરીના ન્યારા ગામે રાત્રિના સમયે જાણે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ ન હોય તેમ રાજકોટની કુખ્યાત ગેંગે આંતક મચાવ્યો હતો. માત્ર ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ પાન-મસાલાના વેપારી અને અખબાર ચલાવતા યુવાન તેમજ તેમના ભાઈ પર છરી અને સોડા બોટલો વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં સનાટો વ્યાપી ગયો છે. આ હુમલામાં કુખ્યાત ગુજસીટોક આરોપી રમેશ રાણાના પુત્ર યશ મકવાણા સહિતની ટોળકીનું નામ ખુલતા પોલીસે આકરી કલમો હેઠળ તપાસ તેજ કરી છે. શું હતી સમગ્ર ઘટના? ન્યારા ગામે ગ્રામ પંચાયત પાસે રહેતા અને પાન-મસાલાની દુકાન ચલાવતા અરવિંદભાઈ વઘેરા (ઉ.વ. 31) ગત તા. 29ની રાત્રે ઘરે જમવા ગયા હતા, ત્યારે તેમની દુકાને પિતા અને ભાઈ હાજર હતા. આ સમયે એક બાઈક સવારે આવીને બેફામ ગાળો ભાંડી હંગામો મચાવ્યો હતો. અરવિંદભાઈએ બહાર આવીને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો અને ‘રાજકોટથી માણસો બોલાવી તમને પતાવી દઉં છું’ તેવી ધમકી આપી નીકળી ગયો હતો. રાત્રે 11:15 વાગ્યે હથિયારો સાથે ગેંગ ત્રાટકી બનાવના થોડા જ સમય બાદ, રાત્રે સવા અગિયાર વાગ્યે આરોપી યશ રમેશ મકવાણા, સમીર ગોહિલ, પૃથ્વીરાજ પરમાર, મનોજ મકવાણા અને દિલીપ સોહેલીયા સહિતના 7 શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ અરવિંદભાઈ અને તેમના ભાઈ લાલજીભાઈ પર તૂટી પડી છરીના ઘા ઝીંક્યા હતા અને સોડા બોટલોના છૂટા ઘા માર્યા હતા. પરિવારની નજર સામે જ બંને ભાઈઓને લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસ એક્શનમાં: PI ચૌહાણે તપાસ સંભાળી આ ચકચારી ઘટનાને પગલે પડધરી પોલીસે હત્યાનો પ્રયાસ (IPC 307), રાયોટીંગ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. PI એમ.જી. ચૌહાણ અને તેમની ટીમે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પૈકી યશ મકવાણા હિસ્ટ્રીશીટર રમેશ રાણાનો પુત્ર હોવાથી પોલીસ આ મામલે વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના દંપતીને લુખ્ખાઓનો વરવો અનુભવ:કાર ઓવરટેક કરવા બાબતે દંપતી પર હુમલો, ધમકી આપી
    Next Article
    રાજકોટમાં હિટ એન્ડ રન:રાજનગર ચોક પાસે બે સ્કૂટર વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment