Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધને અપાઈ મારી નાંખવાની ધમકી:સાધુ વાસવાણી રોડ પર બાઇક ધીમું ચલાવવાનું કહેતાં વૃદ્ધને છરી બતાવી ધમકી

    20 hours ago

    શહેરના સાધુ વાસવાણી રોડ પર બેદરકારીપૂર્વક બાઇક ચલાવતા યુવાનને ટોકતા જ એક વૃદ્ધને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. જનકપુરી સોસાયટીમાં રહેતા અને નગર આયોજન વિભાગમાંથી નિવૃત્ત 66 વર્ષીય નવીનચંદ્ર વશરામભાઈ જાવીયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, નવીનચંદ્રભાઈ પોતાના પુત્ર હાર્દિક સાથે સવારે લગભગ 11:30 વાગ્યે એક્ટિવા પર બેંક તરફ જઈ રહ્યા હતા. ગોપાલ ચોક પાસે પાછળથી આવેલા પ્લેઝર બાઇક ચાલકે જોખમી રીતે ઓવરટેક કર્યું હતું. જેથી નવીનચંદ્રભાઈએ તેને વાહન સાવધાનીથી ચલાવવા જણાવ્યું હતું. આ વાતે ઉશ્કેરાયેલા બાઇકચાલકે ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન આરોપીએ પોતાની બાઇકની ડેકીમાંથી છરી કાઢી “આ છરી તમારી સગી નહીં થાય, બંનેને મારી નાખીશ” કહી ધમકી આપી હતી. સ્થળ પર લોકો ભેગા થતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે 112 પર જાણ કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    માદક પદાર્થ મળી આવ્યો:ભગવતીપરામાંથી નશેડી 969 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો, નશો કરવા લાવ્યાનું રટણ
    Next Article
    રાજકીય અદાવતે લોહીલુહાણ વળાંક લીધો:તા. ભાજપ પ્રમુખના ભાઈની ઓફિસમાં કોંગી ઉમેદવારના પુત્રએ લૂંટ ચલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment