Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય અદાવતે લોહીલુહાણ વળાંક લીધો:તા. ભાજપ પ્રમુખના ભાઈની ઓફિસમાં કોંગી ઉમેદવારના પુત્રએ લૂંટ ચલાવી

    19 hours ago

    પડધરીમાં ચૂંટણીના પરિણામો બાદ હવે રાજકીય અદાવત લોહીલુહાણ વળાંક લઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની હાર થતા તેનો ખાર રાખી ઉમેદવારના પુત્ર અને તેના સાગરીતે પડધરી શહેર ભાજપ પ્રમુખના ભાઈ અને એડવોકેટની ઓફિસમાં ઘુસી ખૂનની ધમકી આપી રૂ.12 હજાર રોકડાની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી બંને આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. ઓફિસમાં ઘુસીને આંતક મચાવ્યો પડધરીના ધર્મશાળા ચોક પાસે રહેતા અને એડવોકેટ તરીકે વ્યવસાય કરતા વિપુલભાઈ પ્રફુલચંદ્ર કોટક પનામ હોસ્પિટલ સામે આવેલી પોતાની ઓફિસે હાજર હતા. ત્યારે અચાનક જ ભાવેશ રમણીક ચૌહાણ અને અકબર ઉર્ફે અકુડો વલુ હાલા ધસી આવ્યા હતા. આરોપીઓએ વકીલને પૂછ્યું હતું કે, ‘તારો ભાઈ દિવ્યેશ ક્યાં છે?’ વિપુલભાઈના ભાઈ દિવ્યેશભાઈ કોટક પડધરી શહેર ભાજપ પ્રમુખ છે. ’તમારા કારણે જ મારી માતા હારી ગઈ’ આરોપી ભાવેશ ચૌહાણની માતા ભાનુબેન તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ હારી ગયા હતા. જેનો ખાર રાખી આરોપીઓએ ઓફિસમાં બબાલ કરી હતી. આરોપીઓએ ગર્જના કરી હતી કે, ‘તારા ભાઈ દિવ્યેશ અને ચેતનસિંહ જાડેજાએ અમારી વિરુદ્ધમાં મત નંખાવીને અમને હરાવ્યા છે, હવે તમને બંને ભાઈઓને પતાવી દેવા છે.’ વકીલને પકડી રાખ્યા અને ખાનામાંથી રોકડ લૂંટી મામલો માત્ર ધમકી સુધી સીમિત ન રહ્યો, આરોપી ભાવેશે એડવોકેટ વિપુલભાઈને પાછળથી પકડી રાખ્યા હતા અને અકબરે ટેબલના ખાનામાં રાખેલા રૂ. 12,750ની લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓએ વકીલને ધક્કો મારી ઓફિસની બહાર કાઢી મૂક્યા હતા અને નાસી છૂટ્યા હતા. પડધરી પીએસઆઈ જે.જે. વાળાની ટીમે તુરંત તપાસ હાથ ધરી બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધને અપાઈ મારી નાંખવાની ધમકી:સાધુ વાસવાણી રોડ પર બાઇક ધીમું ચલાવવાનું કહેતાં વૃદ્ધને છરી બતાવી ધમકી
    Next Article
    સુરેન્દ્રનગરના દંપતીને લુખ્ખાઓનો વરવો અનુભવ:કાર ઓવરટેક કરવા બાબતે દંપતી પર હુમલો, ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment