Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તૈયારીઓનો ધમધમાટ:મહાનગરપાલિકા-જિલ્લા પંચાયત અને છ તાલુકા પં.ની ચૂંટણીમાં 9.69 લાખથી વધુ મતદારો નોંધાવશે મતાધિકાર

    13 hours ago

    જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત,છ તાલુકા પંચાયત તથા સિકકા નગરપાલિકાની ચુંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણસજજ બન્યુ છે.રાજયના ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાઇ હતી જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર પી.બી. પંડયાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયુ છે.સંબંધિત વિસ્તારો માટે ચુંટણી અધિકારીઓની નિમણુંક પણ કરી દેવાઇ છે.જે સાથે ચુંટણી પ્રક્રિયા સાથે સકંળાયેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓને વિશેષ તાલિમ આપવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 16 વોર્ડની 64 બેઠક પર મતદાન થશે.જેમાં કુલ 4,42,829 મતદાનો નોંધાયા છે.2,27,364 પુરૂષ અને 2,15,465 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર જિલ્લા જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, સિક્કા નગરપાલિકાના સાત વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે.અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર જિલ્લામાં તા.26મી એપ્રિલના મતદાન પ્રક્રિયા બાદ તા.28મી એપ્રિલના રોજ મત ગણતરી હાથ ધરાશે.ઉમેદવારી ફોર્મની અંતિમ તા. 11 એપ્રિલ રહેશે, ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.13 એપ્રિલના થશે અને તા.15 એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે.જો કોઈ અનિવાર્ય સંજોગોમાં પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો તે માટે તા.27 એપ્રિલનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે. મતદારો માટે ખાસ નિદર્શન કાર્યક્રમો મતદારો માટે ખાસ નિર્દેશન કાર્યક્રમો પણ સંબંધિત ચુંટણી અધિકારીઓના નેતૃત્વમાં યોજવામાં આવશે જેમાં મતદારોએ કેવી રીતે મતદાન કરવુ એ નિર્દેશન પણ તાલિમી ઇવીએમની મદદથી દર્શાવાશે.જે સાથે મતદારો પોતાના અધિકારીઓનો ઉપયોગ કરી લોકશાહી પર્વમાં સહભાગી બને માટે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:લાઠી નજીક 12.105 કિગ્રા લીલા ગાંજાના છોડ સાથે ખેડૂત ઝડપાયો
    Next Article
    રાજકીય ગરમાવો:ભાજપાના આકરા 6 નિયમોથી મનપા તંત્રના ચૂંટાયેલા 50 ટકા દાવેદારોની ટિકિટ કપાશે..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment