Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:લાઠી નજીક 12.105 કિગ્રા લીલા ગાંજાના છોડ સાથે ખેડૂત ઝડપાયો

    16 hours ago

    અમરેલી એસઓજીને બાતમી મળી હતી કે લાઠી ગામથી ચાવંડ તરફ જવાના રસ્તે લાઠીના રહેવાસી ધીરુભાઈ લાખાભાઈ કોટડીયાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસ ઈન્સપેક્ટર બી.જી. ઈશરાણી અને એસઓજી પોલીસ સબ ઈન્સપેક્ટર આર.જી. ચૌહાણ સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ખેતરમાં વાવેલા ગાંજાના કુલ 6 નાના-મોટા લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે તે છોડનું વજન કરતા કુલ 12 કિલો અને 105 ગ્રામ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે શખ્સ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.6,17,920ના મુદ્દામાલ સાથે ધીરુભાઈ લાખાભાઈ કોટડીયા (ઉ.વ.66)ને ઝડપી પાડી બાદમાં આરોપીને વધુ તપાસ માટે લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. અગાઉ ધારી, અમરેલી અને બાબરા પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું અમરેલી જિલ્લામાં ગાંજાના વાવેતરનું ચલણ વધી રહ્યું છે. અગાઉ ધારીમાં તો પોલીસ મથકની પાછળના ખેતરમાં જ મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તો બાબરામાં લીલવડા રોડ પર વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. અમરેલી તાલુકામાંથી પણ આવી જ રીતે ગાંજો ઝડપાયો હતો. લાઠીમાં અગાઉ કેરીયા રોડ પર વાવેતર ઝડપાયા બાદ હવે ચાવંડ રોડ પર લીલો ગાંજો પકડાયો છે.
    Click here to Read More
    Previous Article
    ખેતરોમાં ફરતા સિંહોના વીડિયો વાયરલ:ધારીના રામપરા ગામની સીમમાં 6 સિંહોનું ટોળું દેખાતા ગ્રામજનોમાં ભય
    Next Article
    તૈયારીઓનો ધમધમાટ:મહાનગરપાલિકા-જિલ્લા પંચાયત અને છ તાલુકા પં.ની ચૂંટણીમાં 9.69 લાખથી વધુ મતદારો નોંધાવશે મતાધિકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment