Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:કોર્પોરેટર આશિષ જોશીની સીએમને રજૂઆત, દારૂના કેસમાં ફસાવી દેવાનું રાજકીય કાવતરું હોવાનો આક્ષેપ

    2 days ago

    વડોદરા મનપાના વોર્ડ નં. 15 ના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર આશિષ જોષીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને માનવ અધિકાર આયોગને લેખિત રજૂઆત કરી છે. તેમણે લખેલા પત્રમાં સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના કેસમાં તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, આશિષ જોષી વિરુદ્ધ 24 એપ્રિલના રોજ સંખેડા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આશિષ જોશીએ આક્ષેપ કર્યો છે કે, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કોર્પોરેશનની ચૂંટણીમાં મને હરાવવા માટે શામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી હતી. જોકે તેઓ તમામ પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યા છે. આશિષ જોશીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, તેઓ જ મારી સામે ખોટી એફઆઈઆર કરાવવા પાછળ હોઈ શકે છે. આશિષ જોષીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતને રજૂઆત કરી છે કે, તેમને રાજકીય દ્વેષ ભાવનાથી ખોટી ફરિયાદમાં ફસાવવામાં આવ્યાં છે. જે કોઈ વ્યક્તિએ આ ષડયંત્ર કર્યું હોય તો તેની સામે પણ તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે. 8 સેકન્ડનો પ્રથમ કોલ બદઈરાદાપૂર્વક કરાયો હતો, મેં પરત કોલ કરતાં 16 સેકન્ડ ચાલ્યો હતોઃ જોષી આશિષ જોશીએ જણાવ્યું હતું કે, મારી સામે જે પ્રોહિબિશનની ફરિયાદ થઈ છે તેની તપાસ કરતા 23 એપ્રિલે મારા મોબાઈલ પર આરોપીના મોબાઈલ પરથી કોલ આવ્યો હતો. જે 8 સેકન્ડ ચાલ્યો અને પછી કપાઈ ગયો હતો. જ્યારે મે પરત કોલ કરતા 16 સેકન્ડ જેટલો કોલ ચાલેલો હતો. 24 એપ્રિલે મારી સામે ફરિયાદ થતાં મે મારો કોલ લોગ તપાસતા સંપૂર્ણ વિગતો જણાઈ આવી હતી. 8 સેકન્ડનો પ્રથમ કોલ બદઈરાદાપૂર્વક કરાયો હતો. પોલીસની તપાસમાં જે સાચું હશે તે બહાર આવી જશે સોખડા પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં જે સાચું હશે તે આપોઆપ બહાર આવી જશે. > શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ
    Click here to Read More
    Previous Article
    વિવાદ:BCA સત્તાધીશો કેરટેકર કમિટીની મિટિંગ વિના નિર્ણય લે છે: ઇન્દુલકર
    Next Article
    ગણતર:જીવન મૂલ્યોના કોર્સનો દિલ્હી ITIના વિદ્યાર્થીઓએ એક વર્ષ અભ્યાસ કર્યો,તણાવ-ગુસ્સામાં ઘટાડો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment