Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો:પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર

    1 week ago

    બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અરજદારની અરજી મંજૂર રાખી હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે. ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ્દ કર્યો છે. મૂળ ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, હવે પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે અને વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારાઈ છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલમાં જશે. 15 ફેબ્રુઆરી, 2026એ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 2064 મતદારમાંથી 1430 મત પડ્યા હતા. આમ 69.28 ટકા મતદાન થયું છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપના 62 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. કિરણ મોરે સામેના ઉમેદવારના સમર્થનમાં નયન મોંગિયા મતદાન માટે સવારથી જ ભીડ જામી હતી. આ ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થઈ રહી છે. જો કે દર્શન બેંકરના સપોર્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટ કિપર નયન મોંગિયા પણ ઉતર્યા હતા. હાઇકોર્ટમાં પિટિશન કરનારા રામચંદ્ર પ્રજાપતિ મીડિયાના સવાલથી મુઠ્ઠીઓ વાળી ભાગ્યા હતા. રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું હતું વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી છે. રોયલ સત્યમેવ જયતે જ આવવાની છે: રામચંદ્ર પ્રજાપતિ આ ચૂંટણીને લઈ હાઇકોર્ટમાં પીટીશન કરનાર રામચંદ્ર પ્રજાપતિ મીડિયાના સવાલોથી ભાગ્યા હતા. BCAના મેમ્બર રામચંદ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મે વોટ કરી દીધો છે. રોયલ સત્યમેવ જયતે જ આવવાની છે. એમાં કોઈ સવાલ જ નથી આવતો. જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડી જશે કે શું પરિણામ આવે છે. તમે હાઈકોર્ટમાં કેસ કેમ કર્યો? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, સોરી, એ બાબતે કોઈ જવાબ નહીં આપું. મને કોઈએ કેસ કરવા માટે નથી કીધું. મેં મારી જાતે જ કેસ કર્યો છે. ‘મને કોઈએ સોપારી આપી નથી’ તમને કોઈએ આ કેસ કરવા માટે ‘સોપારી’ આપી હતી? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મને કોઈએ સોપારી આપી નથી, મેં મારા હિત માટે જ કેસ કર્યો છે. માટલાની દુકાન ચલાવનાર મોંઘા વકીલો કેવી રીતે રોકી શકે? તમે સામાન્ય માણસ છો, માટલાની નાની દુકાન ચલાવો છો. તો પછી આટલા મોંઘા વકીલો તમે કેવી રીતે રોક્યા? તમને ફંડિંગ ક્યાંથી મળ્યું? શું કોઈએ તમને ફંડ આપ્યું છે?, જવાબ આપો, (કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી જાય છે અને ભાગવા માંડે છે).ત્યાર બાદ મીડિયા કર્મીઓ તેમની પાછળ જાય છે પણ તેઓ પાછું વળવાનું નામ લેતા નથી.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ શરૂ:દર્શનાર્થીઓ માટે મંદિર સાંજે 4 વાગ્યે ખુલશે, 8 કલાક દર્શન બંધ રહેશે
    Next Article
    Shivalik LPG Container Ship News LIVE | યુદ્ધ વચ્ચેથી ગેસ લઈને Gujarat પહોંચ્યું જહાજ | Mundra |N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment