Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટનો નિર્દેશ:એરપોર્ટ નજીક આવેલી હાઈરાઇઝ ઇમારતોનો એરોનોટિકલ સરવે થશે

    2 days ago

    એરપોર્ટ આસપાસની હાઈરાઇઝ બિલ્ડિંગોનો એરોનોટિકલ સરવે કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. 102.7 મીટરની નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગોને ઓથોરિટીએ નોટિસ ફટકારતા બિલ્ડરો હાઈકોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે ગુરુવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સત્તાધિકારીઓને વિવિધ ઇમારતોનો એરોનોટિકલ સરવે કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ છ ડેવલપર્સ દ્વારા કરાયેલી અરજી પર અપાયો છે, જેમને એરપોર્ટ નજીક નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ બાંધકામ કરવા બદલ અને વિમાનોની અવરજવર માટે જોખમ ઊભું કરવા બદલ ડિમોલિશનની નોટિસ અપાઈ હતી, જે મુજબ હંસપુરા, નરોડા, નાના ચિલોડા અને આસપાસના વિસ્તારોમાં અનુમતિ મેળવ્યા બાદ બાંધકામ કર્યું છે. જે મુજબ આ ડેવલપર્સે તમામ સત્તાધિકારીઓ પાસેથી એનઓસી મેળવ્યા બાદ મહત્તમ 102.7 મીટરની ઊંચાઈ ધરાવતા બહુમાળી ટાવર્સ બનાવ્યાં છે. જોકે સત્તાધિકારીઓનો આગ્રહ હતો કે વધારાનું બાંધકામ ગેરકાયદે છે, જેને દૂર કરવું જોઈએ. સરવે બાદ પણ વધારાનું બાંધકામ હશે તો દૂર કરાશે કોર્ટે નોંધ્યું કે, ડિમોલિશનનો આગ્રહ રાખવો અને સરવેની ના પાડવી તે તર્કહીન અને મનસ્વી છે, ખાસ કરીને જ્યારે નજીકના સમાન પ્રોજેક્ટ્સને સુધારેલી ઊંચાઈની મંજૂરી અપાઈ હોય. કોર્ટે ડેવલપર્સને આપેલી નોટિસો રદ કરી દીધી છે, પરંતુ સ્પષ્ટતા કરી છે કે સરવે પૂર્ણ થયા બાદ જો વધારાનું બાંધકામ જણાશે, તો સત્તાધિકારીઓ તેને દૂર કરવાનો આદેશ આપી શકશે. ખર્ચ પણ ડેવલપરે ભોગવવાનો રહેશે: હાઈકોર્ટ બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે, સત્તાધિકારીઓનો એવો આગ્રહ કે અરજદારોએ સરવે પહેલા બાંધકામનો વાંધાજનક ભાગ તોડી પાડવો જોઈએ, તે આ કેસની હકીકતો જોતા અયોગ્ય અને અસમર્થનીય છે. આથી હાઈકોર્ટે સત્તાધિકારીઓને એરોનોટિકલ સરવે હાથ ધરવાનો આદેશ આપ્યો છે અને તેનો ખર્ચ ડેવલપરે ભોગવવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    હીટવેવ:મેમાં ત્રીજા, ચોથા અઠવાડિયે 4થી 5 દિવસ હીટવેવ
    Next Article
    મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી:માત્ર પીળા પટ્ટા દોરી વેન્ડર પોલિસીના નામે 4 માસમાં 6887 લારી જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment