Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર બાઇકની‎આડે ભુંડ આવતા એએસઆઈનુ મોત‎

    4 days ago

    ધ્રાંગધ્રામા ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ પોલીસ કર્મચારીને નારીચાણા રોડ પર મંગળવારે બાઈક આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. તેઓનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત થતા પોલીસ બેડામા શોકનો માહોલ છવાઇ ગયો હતો. ધ્રાંગધ્રામા ડીવાયએસપી કચેરીમાં અંદાજે 50 વર્ષના દેવકરણભાઈ મેલાભાઇ ભુવા એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર મંગળવારના રોજ સાંજના સમયે ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા દેવકરણ ભુવા પોતાનું બાઈક લઈને નારીચાણા રોડ પર ઘરે જતા હતા. આ સમયે અચાનક બાઈક આડે ભૂંડ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. અને પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ તરફ અન્ય રાહદારીઓ દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જઇ ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે દેવકરણભાઈનું મોત થયું હતું. માર્ગ અકસ્માતે પોલીસ કર્મચારીના મોતને લઈને પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:ભૂંડ પકડવાની જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે સંત સવૈયાનાથ ટાઉનશીપ પાસે સશસ્ત્ર હુમલો : 5 ઘાયલ
    Next Article
    પીડબ્લ્યુડી જાતે દબાણો હટાવશે‎:એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજના છેડા સુધીનો માર્ગ આઇકોનિક 8 લેન રોડ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment