Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:વઢવાણમાં એસટી ડ્રાઈવર પર હુમલો‎રસ્તો રોકી રૂકાવટ કરી વર્દી ફાડી નાખી‎

    2 days ago

    વઢવાણ પાસે ગઢડા-કચ્છ રૂટની એસટી બસના ડ્રાઈવર પર ચાર શખસોએ હુમલો કરી તેમની સરકારી ફરજમાં રૂકાવટ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નવા દરવાજા બહાર મેઈન રોડ પર રસ્તો રોકીને ઉભેલી કારને હોર્ન મારતા ઉશ્કેરાયેલા શખસોએ ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી તેની વર્દી ફાડી નાખી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગઢડા ડેપોના ડ્રાઈવર પંકજભાઈ સાગઠીયા પોતાની બસ લઈને કચ્છ તરફ જઈ રહ્યા હતા. રાત્રિના સમયે વઢવાણ નવા દરવાજા મુખ્ય રોડ પર પંકજ પારઘીએ કાર રસ્તા વચ્ચે ઉભી રાખી હતી. આથી એસટી બસના ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. આ વાતનો ખાર રાખી કારચાલક અને અન્ય શખસોએ બસ ઉભી રખાવી ડ્રાઈવરને ગાળો આપી હતી. શખસોએ બસની કેબિનમાં ઘૂસી ડ્રાઈવર પંકજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ઝપાઝપી દરમિયાન તેમનો સરકારી યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો .
    Click here to Read More
    Previous Article
    વિદેશીદારૂના કટિંગનો પર્દાફાશ:સાયલા પોલીસનો મધરાત્રે સપાટો: કાનપરની‎સીમમાંથી 92.66 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો‎
    Next Article
    સૌનો સાથ આપણો વિકાસ:મનપામાં BJPને પેનલ ટુ પેનલ મત ન મળ્યાં‎ઉમેદવારને મળેલા વોટમાં 1100નો તફાવત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment