Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌનો સાથ આપણો વિકાસ:મનપામાં BJPને પેનલ ટુ પેનલ મત ન મળ્યાં‎ઉમેદવારને મળેલા વોટમાં 1100નો તફાવત‎

    2 days ago

    સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચાર શરૂ કર્યો ત્યારે વધુ બેઠકો મળે અને પેનલ તૂટે નહી તે માટે પેનલ ટુ પેનલ મત માંગવામાં આવ્યા હતા. અને ઉમેદવારો પણ તેવી રીતે જાહેરમાં પ્રચાર કરતા હતા. જો પેનલ ટુ પેનલ મત પડયા હોય તો ઉમેદવારને મળેલા મતમાં મોટો તફાવત ન રહેવો જોઇએ. પરંતુ જાહેર થયેલા પરીણામોમાં ભાજપની જ પેનલના ઉમેદવારોના મતમાં મોટો તફાવત બતાવે છે.તે બાબત સાબીત કરે છે કે વોર્ડમાં ક્રોસ વોટીંગ અને સીંગલ વોટીંગ કરવામાં આવ્યુ છે.આ વિષય પક્ષ માટે ગંભીર બાબત છે. દરેક ચૂંટણીમાં પક્ષ આ બાબતે ગંભીરતાથી લે છે.પરંતુ આ ચૂંટણીમાં 52માંથી 51 બેઠક ઉપર ભાજપની જીત થતા ભાજપને ગંભીરતા નથી લીધી પરંતુ તેમ છતા કઇ જગ્યાએ મતમાં વધુ ફેરફાર રહયો છે.તેના આકડાનું ગણીત પક્ષે ચાલુ કરી દીધુ છે. દરેક વોર્ડમાં ભાજપના ઉમેદવારો જેટલા મતથી જીત્યાથી છે તેમાં સૌથી વધુ અને સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારના મતનો તફાવત જોતા સૌથી વધુ વોર્ડ નં 3માં સૌથી ઓછા 432 અને વોર્ડ નં 13માં 1184 મતનો સરેરાશ ફેર પડે છે. 51 જીતેલા ભાજપના ઉમેદવારમાંથી સૌથી વધુ મત વોર્ડ નં 7ના ભૂપેન્દ્રસિંહ રાણા અને સૌથી ઓછા મત વોર્ડ નં 11ના જશુબેન ભરવાડને મળ્યા છે. ભાજપને બહુમતી મળતાં મત કાપવાનો મામલો દબાઇ ગયો અગાઉ પણ મનપાની જયારે ચૂંટણીઓ યોજાઇ ગઇ તેમાં પણ ઉમેદવારો ના મતની વધ ઘટનો મામલો ચર્ચામાં રહી ચૂંકયો છે.તેમાં ખાસ કરીને ભાજપની પેનલ તૂટે ત્યારે કોણે સીંગલ મત નખાવ્યા તેનો મુદ્દો ચગતો હતો.પરંતુ અહીયા ભાજપના ઉમેદવારોની જીત થઇ છે.જેને કારણે આ મામલો દબાઇ ગયો છે. હારના ડરથી સિંગલ વોટિંગ કરાવાથી મતની સંખ્યામાં ફેર પડે ચૂંટણીમાં જયારે પેનલો બનાવવામાં આવે ત્યારે ઘણા ઉમેદવારને હારવાની ચિંતા હોય છે.કેટલીક પેનલોમાં સાથે લડતા હોવા છતા મત કપાવાનો સાથી ઉમેદવારને ડર સતાવતો હોય છે.આથી પોતે સેફ થઇ જાય તે માટે પોતાના અંગત મતદારો પાસે સીંગલ વોટીંગ કરાવવામાં આવે છે.અને આથી પણ મળેલા મતમાં ફેરફાર થઇ શકે છે. વોર્ડ વાઇઝ ભાજપની પેનલના ઉમેદવારના મતમાં થયેલો સરેરાસ ફેરફાર વોર્ડ નં-1 માં 545 મત, વોર્ડ નં 2 માં 1089, વોર્ડ નં.3મા 432 ,વોર્ડ નં.4માં 571, વોર્ડનં.5માં 705, વોર્ડનં.6માં 667, વોર્ડનં.7 માં 580, વોર્ડનં.8માં 955, વોર્ડનં.9માં 719, વોર્ડનં.10માં 672, વોર્ડનં.11માં 714, વોર્ડનં.12માં 825, વોર્ડનં.13 માં 1184 મજબુત ઉમેદવાર, મોટી જ્ઞાતિ વિરોધી સાથે સેટીંગથી આવુ બની શકે ઉમેદવારોના મતમાં સામાન્ય ફેરફાર થઇ શકે છે.પરંતુ આ મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મત મેળવ્યા છે તેમાં સારો એવો કહી શકાય તેવા મતનો ફેરફાર છે.મતની વઘ-ઘટ થવાના મુખ્ય 4 કારણો છે.લોકોમાં સારી ચાહના ધરાવનાર મજબુત ઉમેદવાર હોય તો તેમને સારા મત મળે.બીજુ કે ઉમેદવારની જ્ઞાતીના વધુ મત હોય તો પણ જે તે જ્ઞાતીના ઉમેદવાર વધુ મત લઇ જતા હોય છે.સીંગલ મતદાન અને હરીફ ઉમેદવાર સાથે સેટીંગ કરવામાં આવે અને એક મત પોતાને આપવાનું નકકી થાય તો પણ પેનલના ઉમેદવારોમાં ફેર પડી શકે છે. > કે.સી.શાહ (એક્સપર્ટ)
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:વઢવાણમાં એસટી ડ્રાઈવર પર હુમલો‎રસ્તો રોકી રૂકાવટ કરી વર્દી ફાડી નાખી‎
    Next Article
    ફરિયાદ:ભૂંડ પકડવાની જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે સંત સવૈયાનાથ ટાઉનશીપ પાસે સશસ્ત્ર હુમલો : 5 ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment