Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશીદારૂના કટિંગનો પર્દાફાશ:સાયલા પોલીસનો મધરાત્રે સપાટો: કાનપરની‎સીમમાંથી 92.66 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો‎

    2 days ago

    સાયલા પોલીસે બાતમીના આધારે કાનપર ગામની સીમમાં વિદેશીદારૂના કટિંગનો પર્દાફાસ કર્યો હતો. આ બનાવમાં રૂ. 92.66 લાખનો વિદેશી દારૂ, ટ્રક, કાર સહિત રૂ. 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. અને પોલીસે અલ્તાફ, ટ્રક માલિક, કાર માલિક અને તપાસમાં ખુલે તે તમામ શખસો સામે દારૂ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપર ગામની સીમમાં આંબાવાળા ખેતરમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર પોલીસે મધરાત્રે ત્રાટકીને અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો રૂપિયા 1.07 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન રાજકોટનો કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે ‘છ આંગળી’ અને તેના સાગરીતો અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બાતમીના આધારે આયા બોર્ડ પાસે વોચ ગોઠવી હતી. જેમાં સાયલા પોલીસ મથકના પીઆઈ વાય.જી. ઉપાધ્યાય અને તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કોન્સ્ટેબલ સુરેશભાઈને સચોટ બાતમી મળી હતી કે, કાનપર ગામની સીમમાં આંબાવાળા ખેતરમાં બહારના રાજ્યમાંથી મંગાવેલ દારૂનો જથ્થો ટ્રકમાંથી ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રે 00:05 વાગ્યે ખેતરમાં રેડ કરી હતી. પોલીસને આવતી જોઈ બુટલેગરો વાહનો પડતા મૂકીને ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે અલ્તાફ, ટ્રક માલિક, કાર માલિક અને તપાસમાં ખુલે તે તમામ શખસો સામે દારૂ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રેડમાં પીઆઈ વાય.જી. ઉપાધ્યાય, જલાભાઈ લીંબડીયા, સુરેશભાઈ ખરગીયા, હરપાલસિંહ પરમાર, રાજપાલસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. ટ્રક અને ક્રેટા કારમાં દારૂનું કટિંગ ચાલતું હતું પોલીસને ઘટનાસ્થળેથી એક સફેદ કલરનો ટાટા ટ્રક અને એક કાર મળી આવ્યા હતા. તપાસ કરતા ટ્રક અને કારમાંથી ‘અંકલ ટોમ’ બ્રાન્ડના મિન્ટ અને ગ્રીન એપલ ફ્લેવરના વોડકાની હજારો બોટલો મળી આવી હતી. મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી આ દારૂનો જથ્થો રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમે મંગાવ્યો હતો. પોલીસે અલ્તાફ, ટ્રક માલિક, કાર માલિક અને તપાસમાં ખુલે તે તમામ શખસો સામે દારૂ અંગેનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો ચિંતાતુર બન્યા:ઘણાદ સીમમાં ફરી ઘુડખર દેખાતા પાક‎સીઝન પહેલા ખેડૂતોની ચિંતામાં વધારો‎
    Next Article
    ફરિયાદ:વઢવાણમાં એસટી ડ્રાઈવર પર હુમલો‎રસ્તો રોકી રૂકાવટ કરી વર્દી ફાડી નાખી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment