Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો ચિંતાતુર બન્યા:ઘણાદ સીમમાં ફરી ઘુડખર દેખાતા પાક‎સીઝન પહેલા ખેડૂતોની ચિંતામાં વધારો‎

    13 hours ago

    ઘણાદ ગામની સીમ વિસ્તારમાં ફરી એકવાર ઘુડખરોના ત્રાસે ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. તાજેતરમાં સીમ વિસ્તારમાં ઘુડખરો દ્વારા ધામા નાંખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આવનારી પાક સીઝન પહેલા જ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. ઘુડખરોના જૂથો રાત્રી દરમિયાન ખેતરોમાં ઘુસી પાકને નુકસાન પહોંચાડે છે. હવે તેઓ સીમમાં સ્થાયી રીતે ધામા નાંખી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં પાક પર મોટું સંકટ ઊભું થઈ શકે છે. અગાઉ આ મુદ્દે સ્થાનિક નેતાઓ દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ અપાઈ હતી. છતાં હકીકતમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ઘુડખરોના વધતા ત્રાસને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ ખેડૂતો તો રાત્રે જાગીને ખેતરોની દેખરેખ રાખવા મજબૂર બન્યા હતા. આ પરિસ્થિતિને કારણે તેમના રોજિંદા જીવન પર પણ અસર પડી રહી હતી. ત્યારે હવે ની સિઝનમાં આવું ન થાય તેવી આશા રાખી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વન વિભાગ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સંકલન કરીને ઘુડખરોને સીમ વિસ્તારમાંથી દૂર ખસેડવા માટે યોગ્ય વ્યવસ્થા કરે.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા માર્ગ ફોરલેન કરવા, ફાટસર પાસે અન્ડર બ્રિજ બનાવવા માંગ
    Next Article
    વિદેશીદારૂના કટિંગનો પર્દાફાશ:સાયલા પોલીસનો મધરાત્રે સપાટો: કાનપરની‎સીમમાંથી 92.66 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment