Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા માર્ગ ફોરલેન કરવા, ફાટસર પાસે અન્ડર બ્રિજ બનાવવા માંગ

    11 hours ago

    સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ટ્રાફિક તેમજ માર્ગ અકસ્માતની વકરતી જતી સમસ્યાઓને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય વાઘજીભાઈ આર. ભરવાડ દ્વારા વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં વઢવાણ ગણપતિ ફાટસર પાસે અન્ડરગ્રાઉન્ડ નાળું બનાવવા અને સુરેન્દ્રનગર- ધ્રાંગધા રોડને ફોરલેન કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલવે ક્રોસિંગ પર વારંવાર ફાટક બંધ રહેવાને કારણે વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે અને રાજ્ય સરકારે વિકાસકામો માટે રૂ. 800 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે આ ફાટક નીચે અન્ડર ગ્રાઉન્ડ વાહનવ્યવહાર માટે નાળું બનાવવું લોકહિતમાં અનિવાર્ય છે. બીજી તરફ, સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા સુધીનો અંદાજે 32 કિમીનો માર્ગ અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. ત્યારે આ પ્રશ્નોના નિવારણ માટે આ બાબતે ધારાસભ્યો, કલેક્ટર અને મહાનગરપાલિકા વગેરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી. આ રોડ પર 6 માસમાં અંદાજે 15 થી 20 લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વધતુ જાય છે. આવા અકસ્માતોમાં લોકો મોતને ભેટે છે. પૂરપાટ દોડતા વાહનો, ખરાબ રસ્તાઓ સહિતના કારણોને લીધે વારંવાર વાહન અકસ્માતો બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ ્રા રોડ પર પણ આવી ઘટનાઓ વધી રહી છે. જેના કારણે છેલ્લા 6 મહિનામાં આ રોડ પર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે, જેમાં અંદાજે 15 થી 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આ માર્ગને ઝડપથી ફોરલેન બનાવવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ ઘટે અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ ચૂંટણી:વ્યારામાં ઉમેદવારી પાછી ખેંચનાર આપના ત્રણ નેતા છ વર્ષ માટે સસ્પેન્ડ
    Next Article
    ખેડૂતો ચિંતાતુર બન્યા:ઘણાદ સીમમાં ફરી ઘુડખર દેખાતા પાક‎સીઝન પહેલા ખેડૂતોની ચિંતામાં વધારો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment