Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રફાળેશ્વર નજીક રિક્ષાને સુપર કેરીએ ટક્કર મારી:મુસાફર યુવાનનું મોત, રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવી

    1 day ago

    મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સુપર કેરી ગાડીએ સીએનજી રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર એક મુસાફર યુવાનનું મોત થયું હતું. આ અકસ્માતમાં રિક્ષાચાલકને પણ ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે રિક્ષાચાલક મુકેશભાઈ રમેશભાઈ સોલંકી (ઉં.વ. 38, રહે. નીચીમાંડલ, મોરબી)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે સુપર કેરી ગાડી નંબર GJ 27 TG 6474 ના ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે. મુકેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ તેમની સીએનજી રિક્ષા નંબર GJ 36 W 2215 લઈને વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમની રિક્ષામાં રબીભાઈ અને ઉત્તમકુમાર નામના બે મુસાફરો સવાર હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી સુપર કેરી ગાડીએ તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રબીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે ઉત્તમકુમારને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રિક્ષાચાલકની ફરિયાદના આધારે પોલીસે સુપર કેરી ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પાળીયાદની મુલાકાતે:ITI શરૂ કરવા કુમાર શાળા અને પંચાયત કચેરીની મુલાકાત લીધી
    Next Article
    કડાણા પોલીસે ઈક્કો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:રૂ. 51,202નો દારૂ, રાજસ્થાનના 2 યુવકો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment