Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડાણા પોલીસે ઈક્કો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:રૂ. 51,202નો દારૂ, રાજસ્થાનના 2 યુવકો પકડાયા

    2 days ago

    મહીસાગર જિલ્લાના કડાણા પોલીસે પાંડોરની અંધારી ગામેથી એક ઈક્કો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 51,202.62ની કિંમતનો દારૂ, એક મોબાઈલ ફોન અને ઈક્કો ગાડી મળી કુલ રૂ. 2,56,202.62નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા દારૂના જથ્થામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો અને ટીન બીયર મળી કુલ 193 નંગ બોટલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ. 2,00,000ની કિંમતની મારુતિ સુઝુકી કંપનીની ઈક્કો ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરી (સંતરામપુર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ દારૂની હેરાફેરી કરતા ઈસમોને પકડવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે કડાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એલ. કામોળને માહિતી મળી હતી કે, એક ઈક્કો ગાડીમાં વિદેશી દારૂ ભરી ઘાસવાડા તરફથી આવી રહી છે. માહિતીના આધારે કડાણા પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. ઘાસવાડા તરફથી આવતી ઈક્કો ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરીને પાંડોરની અંધારી ગામે ચોકડી પર ગાડીને કોર્ડન કરી હતી અને તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિક્રમ રમણલાલ પરમાર (ઉં.વ. 31, રહે. પલ્સ, તા. ચિખલી, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રકાશ લક્ષ્મણભાઈ ડીંડોર (ઉં.વ. 30, રહે. બામણીયાવાડા, તા. ગલીયાકોટ, જિ. ડુંગરપુર, રાજસ્થાન) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. કડાણા પોલીસે પ્રોહિબિશન એક્ટ કલમ 65AE, 81, 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં રફાળેશ્વર નજીક રિક્ષાને સુપર કેરીએ ટક્કર મારી:મુસાફર યુવાનનું મોત, રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવી
    Next Article
    Gujarati News LIVE | તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment