Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ITIમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેની મુલાકાત:કૌશલ્ય વિકાસ અને તાલીમની ગુણવત્તા ચકાસી, પ્લેસમેન્ટ-એપ્રેન્ટિસશિપ વધારવા સૂચના

    6 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ 16 સપ્ટેમ્બરે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મોરબીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કૌશલ્ય વિકાસ અને યુવાનો માટેની તાલીમની ગુણવત્તા, મજબૂતી અને પારદર્શિતા સુધારવા માટેની કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરે ITIના વિવિધ ટ્રેડના વર્કશોપ, પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને વર્ગખંડોની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇએમ, કોપા, આઈએમ, એમએમવી અને કોસ્મેટોલોજી જેવા ટ્રેડમાં તાલીમાર્થીઓને અપાતી પ્રાયોગિક તાલીમની ગુણવત્તા વિશે માહિતી મેળવી. સંસ્થાના કેમ્પસમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, વર્કશોપના સાધનોની જાળવણી અને તાલીમાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની પણ સ્થળ પર સમીક્ષા કરાઈ. કલેક્ટરે પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશિપ અંગે અધિકારીઓ તથા સ્ટાફ સાથે ચર્ચા કરી. તેમણે સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમાર્થીઓને વધુ એપ્રેન્ટિસશિપ અને રોજગારીની તકો મળે તે માટે આયોજન કરવા સૂચના આપી. આ ઉપરાંત, કલેક્ટરે ITI ખાતે બની રહેલા હોસ્ટેલ બિલ્ડિંગના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરીને કામ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂરું થાય તે માટે સૂચના આપી. કલેક્ટરે તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. તેમણે તેમની હાજરી, મળતી સુવિધાઓ, સ્ટાઇપેન્ડ અને ભવિષ્યમાં રોજગારીના આયોજન વિશે માહિતી મેળવી. કલેક્ટરે યુવાનોને કૌશલ્ય વિકાસ દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. હાલમાં ITI મોરબીમાં કેટલીક બેઠકો ખાલી હોવાથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. કલેક્ટરે જિલ્લાના રોજગાર મેળવવા ઈચ્છતા યુવાનો વધુમાં વધુ ITIમાં પ્રવેશ મેળવે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા સૂચના આપી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જૈન શ્રાવકની 180 દિવસની કઠોર તપશ્ચર્યા:રોજ માત્ર હૂંફાળું પાણીનું સેવન, 20 સપ્ટેમ્બરે પારણાં
    Next Article
    ગાંધીનગર મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર:11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment