Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કિશોરે માનસિક અસ્વસ્થ કિશોરી પર દુષ્કર્મ આચર્યું:પાડોશમાં રહેતા સગીર સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

    10 hours ago

    વલસાડ તાલુકાના એક ગામમાં માનસિક અસ્વસ્થ ૧૩ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા એક સગીર કિશોર સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ભોગ બનનાર કિશોરી ૭૫ ટકા માનસિક અસ્વસ્થતા ધરાવે છે. આરોપી સગીર કિશોર તેના પાડોશમાં જ રહે છે. આ ઘટના ૩૦ એપ્રિલના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં બની હતી. તે દિવસે કિશોરી તેના ભાઈ સાથે ઘરની બહાર રમી રહી હતી. તે સમયે આરોપી સગીર કિશોર ત્યાં આવ્યો હતો. કિશોરીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવી આરોપી કિશોરીને બાજુમાં લઈ ગયો હતો અને તેની સાથે અશોભનીય કૃત્ય આચર્યું હતું. સાંજે આશરે સાડા પાંચ વાગ્યે કિશોરીની માતા બહાર આવી ત્યારે તેમણે કિશોર અને તેમની દીકરીને વાંધાજનક હાલતમાં જોયા હતા. માતાને જોઈને આરોપી કિશોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ગભરાયેલી કિશોરીની તપાસ કરતાં તેના ગુપ્ત ભાગે ઈજાઓ જોવા મળી હતી, જેના પરથી તેની સાથે ખોટું કામ થયું હોવાનું જણાયું હતું. કિશોરીના પિતા ઘરે પરત ફર્યા બાદ તેમને સમગ્ર હકીકત જણાવવામાં આવી હતી. પરિવારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે BNS કલમ ૬૪(૨)(k), ૬૫ (૧) અને પોક્સો એક્ટની કલમ ૪, ૫ (કે), ૬ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, ભોગ બનનાર કિશોરીની માતાએ જણાવ્યું હતું કે, "મારી દીકરી જન્મથી જ માનસિક અસ્વસ્થ છે અને તેની સારવાર ચાલી રહી છે. પાડોશમાં રહેતા છોકરાએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી જે કૃત્ય કર્યું છે, તેના માટે કડક સજા થવી જોઈએ."
    Click here to Read More
    Previous Article
    ₹39 કરોડની સરકારી જમીન દબાણમુક્ત:11 દબાણદારોએ સ્વૈચ્છિક દબાણ હટાવ્યું, 2 સામે ગુનો દાખલ થશે
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ નોંધાયા:ફોન પર પત્ની સાથે ઝઘડો થયા પછી 35 વર્ષીય યુવાને અને કેન્સરની બીમારી બાદ આર્થિક ભીંસથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment