Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા-પુત્રની યુવતી સાથે લાખોની ઠગાઈ:સેટેલાઈટમાં યુવતી પાસે ધંધો કરવાનું કહીં આરોપીઓએ 35 લાખ લઈને પરત ન આપ્યા

    11 hours ago

    અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેના જ એક યુવક મિત્ર અને તેની માતાએ ₹35 લાખની છેતરપિંડી આચરી છે. સાથે ધંધો કરવાનું કહીં યુવકે રૂપિયા લઈ ત્રણથી ચાર મહિનામાં પરત આપવાનું જણાવ્યું હતું, પરંતુ લાંબા સમયથી પૈસા પરત ન આપ્યા અને મિત્રની માતાએ યુવતીને કહ્યું હતું કે, પૈસા બાબતે મને ફોન કરવો નહીં. જેથી યુવતીએ તેના મિત્ર અને તેની માતા વિરૂદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ હિતેન્દ્ર કાકુલપતિને ધંધા માટે 35 લાખ આપ્યા વેજલપુરમાં રહેતી 37 વર્ષીય જૂઈ શાહ ખાનગી સ્કૂલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જૂઈનો સંપર્ક 2015માં હિતેન્દ્ર કાકુલપતિ નામના યુવક સાથે થયો હતો. બંને અવારનવાર અન્ય મિત્રો સાથે મળતા હતા. આ દરમિયાન હિતેન્દ્રએ વર્ષ 2023માં જૂઈ પાસે ધંધો કરવા માટે પૈસાની વાતચીત કરી હતી. જોકે, જૂઈએ એપ્રિલ 2024 બાદ જ પૈસા આપી શકશે તેવું જણાવ્યું હતું. એપ્રિલ 2024 બાદ ફરીથી હિતેન્દ્રએ જૂઈ પાસેથી પૈસા માંગ્યા ત્યારે જૂઈએ શરૂઆતમાં 25 લાખ આપ્યા અને બાદમાં બીજા 10 લાખ એમ કુલ 35 લાખ આપ્યા હતા. પૈસા પરત ન મળતા મહિલાની માતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ આ પૈસા ત્રણથી ચાર મહિનામાં પરત આપવાનું કહ્યું હતું. જોકે, લાંબા સમય સુધી પૈસા પરત ના આપતા જૂઈએ હિતેન્દ્રનો સંપર્ક કર્યો તો અલગ અલગ બહાના બતાવતો હતો. જૂઈએ 35 લાખ હિતેન્દ્રની માતા વાણી એચ. કુમારના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જેથી જૂઈએ હિતેન્દ્રની માતાનો સંપર્ક કર્યો હતો, ત્યારે હિતેન્દ્રની માતાએ કહ્યું હતું કે, મને પૈસા બાબતે ફોન કરવો નહીં. આ સમગ્ર મામલે જૂઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં માતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં દર વર્ષે કેન્સરના 73 હજારથી વધુ નવા કેસ:અમદાવાદમાં GIOS 2026 નેશનલ કોન્ફરન્સનું આયોજન, દેશભરના એક્સપર્ટ્સ ભેગા થયા
    Next Article
    Pune Man Hides Trip With Woman Friend From Wife. A Passport Issue Busts Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment