Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યંગ હાર્ટ્સ FC AIFF ફૂટસલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય:DNHDD માંથી ભાગ લેનારી પ્રથમ ક્લબ બની

    1 week ago

    યંગ હાર્ટ્સ ફૂટબોલ ક્લબ દાનહ દમણ અને દીવ એસોસિએશન (DNHDD FA) દ્વારા આયોજિત સત્તાવાર ફૂટસલ ચેમ્પિયનશિપ 2025-26 માં ચેમ્પિયન બની છે. આ વિજય સાથે, યંગ હાર્ટ્સ FC એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત 'AIFF ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26' માં DNHDD નું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર મેળવ્યો છે. તેઓ આ રાષ્ટ્રીય સ્પર્ધા માટે ક્વોલિફાય થનારી DNHDD ની પ્રથમ ક્લબ બની છે. AIFF ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ એ ભારતની સર્વોચ્ચ ક્લબ સ્તરની ફૂટસલ ટૂર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માત્ર એક-એક વિજેતા ક્લબને જ રમવાની તક મળે છે. યંગ હાર્ટ્સ FC હવે રાષ્ટ્રીય સ્તરે પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ ખેલાડીઓની સખત મહેનત, સમર્પણ અને પ્રદેશમાં ફૂટસલ રમતના સતત વિકાસને દર્શાવે છે. ક્લબના હોદ્દેદારોએ આ ઐતિહાસિક સફળતા બદલ તમામ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, સમર્થકો અને પ્રાયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે DNHDD ફૂટબોલ એસોસિએશનના સતત સહકાર અને પ્રોત્સાહનને પણ આ જીતનો પાયો ગણાવ્યો હતો. આ સિદ્ધિ અંગે યંગ હાર્ટ્સ ફૂટબોલ ક્લબના ડિરેક્ટર પ્રીત ભરતકુમાર ભટ્ટે જણાવ્યું: "આ સિદ્ધિ અમારા ખેલાડીઓએ સમગ્ર સીઝન દરમિયાન દર્શાવેલી મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. અમે અમારા સ્થાનિક ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો અને તેઓએ DNHDD FA ફૂટસલ ચેમ્પિયનશિપ જીતીને અમારા વિશ્વાસને સાર્થક કર્યો. રાષ્ટ્રીય સ્તરે DNHDDનું પ્રતિનિધિત્વ કરવાનું અમને ગૌરવ છે. હવે અમારું લક્ષ્ય AIFF ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે અને અમે અમારા ક્લબ તથા અમારા કેન્દ્રશાસિત પ્રદેશ માટે સંપૂર્ણ સમર્પણ સાથે રમીશું."
    Click here to Read More
    Previous Article
    35 દિવસના વેકેશન બાદ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ:વિદ્યાર્થીઓની કિલકારીઓ ગુંજી, વાલીઓમાં ઉત્સાહ, પ્રવેશોત્સવની તૈયારીઓ
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન:મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment