Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹39 કરોડની સરકારી જમીન દબાણમુક્ત:11 દબાણદારોએ સ્વૈચ્છિક દબાણ હટાવ્યું, 2 સામે ગુનો દાખલ થશે

    8 hours ago

    જિલ્લામાં સરકારી અને ગૌચર જમીનો પરના દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જેના પરિણામે કરોડો રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત થઈ છે. ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી અને ગૌચર જમીન પર કબજો કરનારાઓ સામે પગલાં લેવાયા હતા. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કુલ 13 દબાણદારો સામે સ્યુમોટો અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે, 13માંથી 11 દબાણદારોએ તંત્રની કડક કાર્યવાહી અને કાયદાકીય દબાણને પગલે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કર્યું. આનાથી કુલ 2,87,313 ચોરસ મીટર જેટલી સરકારી અને ગૌચર જમીન દબાણમુક્ત થઈ છે, જેની અંદાજિત બજાર કિંમત આશરે રૂપિયા 39 કરોડ છે. જોકે, બે દબાણદારો દ્વારા 28,740 ચોરસ મીટર જમીન પરનો કબજો હટાવવામાં સહકાર ન આપતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ બંને સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ગુનાહિત ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા તંત્રના આ પગલાંને કારણે ભૂમાફિયાઓમાં ચકચાર મચી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિઓ સામે હવે સહનશીલતા દાખવવામાં આવશે નહીં. જિલ્લા પ્રશાસને આગામી સમયમાં પણ આવી ઝુંબેશ વધુ તેજ બનાવવાનો સંકેત આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    RR vs DC IPL 2026 LIVE Score: Riyan Parag falls for Rajasthan Royals 169/5 vs Delhi Capitals in Jaipur
    Next Article
    વલસાડમાં કિશોરે માનસિક અસ્વસ્થ કિશોરી પર દુષ્કર્મ આચર્યું:પાડોશમાં રહેતા સગીર સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment