Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરાળામાં રેઢીયાર ખુંટીયાને ઘર તરફ તગેડ્યા હોવાની આશંકા રાખી:પિતા અને બે પુત્ર ઉપર મહિલા સહિત પાંચનો હિંસક હુમલો, પિતા-પુત્રોને ભાવનગર સારવારમાં ખસેડાયા, એકને જીવલેણ ઈજા

    4 days ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. માત્ર એક રેઢીયાર ખૂંટિયાને પોતાના ઘર તરફ તગેડ્યો હોવાની શંકા રાખીને એક જ પરિવારના પાંચ સભ્યોએ પિતા અને બે પુત્રો પર પાવડા અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર ઉમરાળાની ખોખર શેરીમાં રહેતા લાલાભાઈ સાજણભાઈ મેરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 29મી એપ્રિલની સાંજે એક રેઢીયાર ખૂંટિયો તેમના ઘર તરફ આવતો હોવાથી તેમણે તેને ત્યાંથી ભગાડ્યો હતો. આ ખૂંટિયો સામે રહેતા પોપટભાઈ બોળીયાના ઘર તરફ જતાં તેમના પુત્ર રાહુલે એવી શંકા કરી હતી કે, લાલાભાઈએ જાણીજોઈને ખૂંટિયાને તેમના ઘર તરફ કાઢ્યો છે. પાવડા અને લાકડી વડે ખૂની ખેલ આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈને રાહુલ બોળીયાએ લાલાભાઈના માથામાં પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો થતા લાલાભાઈના ભાઈ હરેશભાઈ વચ્ચે પડ્યા હતા, પરંતુ હરી પોપટભાઈ બોળીયાએ હરેશભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના માથામાં પણ પાવડાનો જોરદાર ઘા માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આટલેથી ન અટકતા, બુધા નામના શખ્સે લાલાભાઈના પિતાને લાકડી અને ઢીંકાપાટુનો બેફામ માર માર્યો હતો. પાંચ સામે પોલીસ ફરિયાદ આ હુમલામાં પિતા અને બંને પુત્રો લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસે આ મામલે લાલાભાઈની ફરિયાદના આધારે રાહુલ પોપટભાઈ બોળીયા, હરી પોપટભાઈ બોળીયા, બુધા પોપટભાઈ બોળીયા, પોપટ દેવાભાઈ બોળીયા અને માજુબેન પોપટભાઈ બોળીયા વિરુદ્ધ BNS એક્ટ અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જગદીશ વિશ્વકર્માની જીભ લપસતાં રાજકીય મામલો ગરમાયો:ગેનીબેન ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી કહ્યું- તેમને 'સત્તાનો અહંકાર', 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠામાં લડવા ચેલેન્જ ફેંકી
    Next Article
    બહુચરાજી હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત:બેફામ બાઈકની ટક્કરે બિલિયાના આધેડનું કરૂણ મોત, અકસ્માત સર્જનાર ચાલક સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment