Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત:બેફામ બાઈકની ટક્કરે બિલિયાના આધેડનું કરૂણ મોત, અકસ્માત સર્જનાર ચાલક સારવાર હેઠળ

    4 days ago

    બહુચરાજી-હારીજ હાઈવે પર ચંદ્રોડા ગામ પાસે ગત સાંજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં શંખેશ્વરના બિલિયા ગામના એક આધેડનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા બાઈક ચાલક વિરુદ્ધ બેચરાજી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના? શંખેશ્વર તાલુકાના બિલિયા ગામના વતની હરીભાઈ નારણભાઈ પરમાર (તા.30 એપ્રિલ 2026) સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને બહુચરાજીથી બિલિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કે.આર. સ્ટેમ્પિંગ કંપની પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલક ધીરુભાઈ નરસિંહભાઈ દેવીપૂજક (રહે. સાપાવાડા) એ હરીભાઈના વાહનને જોરદાર ટક્કર મારી હતી. તબીબી સારવાર અને પોલીસ કાર્યવાહી ટક્કર એટલી પ્રચંડ હતી કે હરીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક શંખલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ મૃતકનો પુત્ર અજીતસિંહ પરમાર હોસ્પિટલ દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત સર્જનાર બાઈકચાલક સારવાર હેઠળ બેચરાજી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અકસ્માત સર્જનાર સાપાવાડાના ચાલક ધીરુભાઈને પણ ઈજાઓ થઈ હોવાથી તેઓ હાલ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર બેફામ ગતિએ વાહન ચલાવવાની બેદરકારીએ વધુ એક નિર્દોષનો જીવ લેતા પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરાળામાં રેઢીયાર ખુંટીયાને ઘર તરફ તગેડ્યા હોવાની આશંકા રાખી:પિતા અને બે પુત્ર ઉપર મહિલા સહિત પાંચનો હિંસક હુમલો, પિતા-પુત્રોને ભાવનગર સારવારમાં ખસેડાયા, એકને જીવલેણ ઈજા
    Next Article
    વલભીપુરમાં ચૂંટણી પ્રચારની અદાવતમાં યુવકને મારી નાખવાની ધમકી:બે શખ્સોએ ટાંટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, પોલીસે ગુનો દાખલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment