Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાંતામાં આદિવાસીઓ અને જંગલ વિભાગ વચ્ચે ઘર્ષણનો કેસ:સંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ: હાઇકોર્ટ, લોકસભામાં રજૂ રિપોર્ટ કલેક્ટરે તૈયાર કર્યો હતો

    10 hours ago

    બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં 13 ડિસેમ્બરે વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર થયેલા ભીષણ હુમલો થયો હતો. આ મામલે હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા અને લક્ષ્મણ ડુંગાસીયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. હાઇકોર્ટે સાયબાભાઈ ડુંગાસિયાને શરતી જામીન આપ્યા છે. જ્યારે લક્ષ્મણ ડુંગાસીયાને નીચલી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ જતા ત્યાં અરજી કરવા નિર્દેશ અપાયા છે. આ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા,તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે વન વિભાગ છોડ વાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે કેમ લઈ ગયા હતા? શું પોલીસ આદિવાસીઓ ઉપર ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી? જે પણ પ્રશ્ન હતો તેને વહીવટી લેવલે ઉકેલ શોધવા પ્રયત્ન કેમ કર્યો નહોતો ? 'જે જમીન ઉપર તમે દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું?' અરજદારના વકીલે જણાવ્યું હતું કે આ જંગલની જમીન છે. આ વિસ્તાર બાલારામ સેન્ચુરીમાં આવેલી છે. અહીં 172 આદિજાતિ લોકોએ ક્લેઇમ કરેલ છે, જેઓ અહીં ખેતી કરે છે. અહીં ફોરેસ્ટ એક્ટ લાગુ પડે છે. કોર્ટે તેમને પૂછ્યું હતું કે જે જમીન ઉપર તમે દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું ? અરજદારે જણાવ્યું હતું કે તેનો ક્લેમ કરવામાં આવ્યો છે અને સરકારના અનુમોદન માટે પેન્ડિંગ છે. પરંતુ તેમ છત્તા વનવિભાગે આદિવાસીઓને ખેતી કરતા રોકવા ક્લેમ વાળી જમીન ઉપર રોપા રોપવાની કોશિશ કરી. જમીનના ક્લેમ અંગે ગેનીબેન ઠાકોરે લોકસભામાં સવાલ કર્યો હતો અરજદારે વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં પ્રશ્ન કર્યો હતો કે જંગલની જમીન ઉપર આદિજાતિના કેટલા ક્લેમ આવ્યા છે? જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી 10 હજાર ક્લેમ આવ્યા હતા. જેમાંના 7000 ક્લેમ મંજૂર કરાયા છે, જ્યારે 2869 ક્લેમ પેન્ડિંગ છે. જે જમીન ઉપર છોડ વાવવા તંત્ર આવ્યું હતું. ત્યાં એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતી. તેઓને કાયદા મુજબ ખેતી કરવાનો અધિકાર છે, તેમને ખસેડી શકાય નહીં. ‘એક તરફ તમે ક્લેમ વાળી જમીન ઉપર છોડ વાવવા જાવ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો’ કોર્ટે સરકારી વકીલને પૂછ્યું હતું કે અરજદારના વકીલ જે 172 ક્લેમની વાત કરી રહ્યા છે ,તે પાડલીયા ગામના છે? જેનો જવાબ હકારમાં આવ્યો હતો. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કે એક તરફ તમે ક્લેમ વાળી જમીન ઉપર છોડ વાવવા જાવ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો કે અજાણતા આ ઘટના બની છે! કોણે આ જમીન ઉપર રોપા વાવવા હુકમ કર્યો હતો, જ્યારે તમે આદિજાતિઓ ઉપર પોલીસ ફરિયાદ કરી છે. ‘સંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ’ સંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ. તમે આદિજાતિ વિસ્તારમાં જઈને રાજ્યની શક્તિ બતાવવા માંગતા હતા. જો પ્રશ્નો હતા તો ફોર્સ કેમ વાપરી ? સિવિલ એડમિનિસ્ટ્રેશન સમક્ષ મુદ્દો કેમ ના મૂક્યો ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર કેમ પડી ? ગોળી મારવા ? આ બોર્ડર નહીં, તમારા નાગરિકો છે. સરકારી વકીલે કહ્યું હતું કે તેઓએ બે દિવસ પહેલા સમજાવ્યા આદિવાસીઓને સમજાવ્યા હતા. ‘છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી?’ જો કે કોર્ટે પ્રશ્ન પકડી રાખ્યો હતો કે ક્લેમ નક્કી કરતા પહેલા તમે કેમ છોડ વાવવા ગયા હતા? તેની જરૂર શું હતી? તમે ઘોડા આગળ ગાડું કેમ મૂક્યું? બંધારણીય કોર્ટ આંખો બંધ કરી શકે નહીં! સરકારી વકીલે કહ્યું હતું કે અરજદાર લક્ષ્મણ ડુંગાસીયાએ આદિવાસીઓને ઉશ્કેર્યા હતા, તેઓ બંધારણમાં અને વ્યવસ્થામાં માનતા નથી, તેઓ દેશને પોતાની માલિકીનો ગણાવે છે. RFOએ પણ તેઓને સમજાવવાની કોશિશ કરી હતી. તેઓ જંગલની બધી જમીન ઉપર હક્ક દાવો કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી? સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો? જે મુદ્દે હાઇકોર્ટને જણાવાયું હતું કે સંસદમાં કલેકટર દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ મુકાયો હતો. જે મુજબ વિવાદિત વિસ્તારમાં છોડવા રોપવા જવા અંગે કલેક્ટર અને DSPને જંગલ વિભાગ દ્વારા જાણ કરાઈ નહોતી. જો લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના નિવારી શકાઈ હોત. હાઇકોર્ટે આ ઘટના માટે જવાબદાર સરકારી કર્મચારીઓ ઉપર પગલાં લેવાની મુનસફી રાજ્ય સરકાર ઉપર છોડી છે. તેમજ જો આદિવાસીઓને ઉશ્કેરીને કાયદા વિરુદ્ધ વર્તન કરવા પ્રેરતા લોકો સમયે પણ પગલાં લેવાની જવાબદારી સરકાર ઉપર છોડી છે. 500ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અગાઉની સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે 28 આરોપીઓ સામે નામજોગ અને 500ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 10 જેટલી મહિલાઓનો સમાવેશ થતો હતો. આરોપીઓએ પોલીસ અને વન વિભાગના કર્મચારીઓની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઘટનામાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ ઇજાઓ થઈ હતી. સરકારી વાહનોને સળગાવવામાં આવ્યા હતા. ઝાડ અને પથ્થરોની આડસ મૂકીને વધારાની ફોર્સને મદદ માટે બોલાવતી રોકવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ‘ગ્રામસભાના ઠરાવ વગર તેઓ રોપા વાવી શકે નહીં’ જો કે હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ઘર્ષણનું કોઈ કારણ ફરિયાદમાં દેખાતું નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતા, તેમના કહ્યા મુજબ આ જમીન તેમની છે અને ગ્રામસભાના ઠરાવ વગર તેઓ રોપા વાવી શકે નહીં. જો કે કોર્ટે કહ્યું હતું કે આટલા મોટા પોલીસ પ્રોટેકશન સાથે વહીવટી તંત્ર ગયું હોય તો કંઈક કારણ હશે ! 500 લોકોએ શા માટે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર હુંમલો કર્યો ? વળી વહીવટી તંત્ર પણ શા માટે આટલા મોટા પોલીસ ફોર્સ સાથે રોપા વાવવા એક ગામમાં ગયું હતું ? વળી તેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર શા માટે પડી ? વહીવટી તંત્ર જાણતું હતું કે અહીંયા પ્રશ્ન છે, જેથી કરીને જો ફાયરીંગ કરવાની નોબત આવી પડે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ આપી શકે ! હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે. આ અગાઉ પણ એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં ગ્રામજનોએ રોપા રોપવા અંગે ગ્રામસભાની મંજૂરી લીધી હતી કે કેમ તે સંદર્ભે વહીવટી તંત્રને પ્રશ્ન કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તંત્ર એ પ્રશ્ન ઉકેલવાની જગ્યાએ મોટી સેના લઈને ગયું હતું. જેથી તેઓ પોતે શક્તિશાળી છે તેમ ગ્રામજનો સામે પ્રસ્થાપિત કરી શકે. આ માહિતીના આદાન પ્રદાનને ગેપ હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું ? તમે કલેક્ટર જોડે વાત કરી ? આ આપણા નાગરિકો છે, તેઓ કાયદો હાથમાં ના લઈ શકે, પરંતુ તમે શક્તિ બતાવવાની કોશિશ કેમ કરી ? તમે પોલીસ ફોર્સનો પાવર કેમ બતાવ્યો ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ગોળી ચલાવવાનો પરવાનો લેવા લઈને ગયા હતા ? તમે લોકોને શું મેસેજ આપવ માંગતા હતા કે તમે લોકોને મારવા આવ્યા છો ? આ તો ભારતના નાગરિકો છે ને ? 06 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરની FIR વચ્ચે તમે શું કર્યું ?
    Click here to Read More
    Previous Article
    Editor's View: બંગાળમાં પરિણામ પહેલાં શું રંધાઈ રહ્યું છે?:મોબાઈલમાં વીડિયો આવતાં જ મમતાનો હાઈવોલ્ટેજ ડ્રામા; અડધી રાત્રે ગુજરાતીઓ પર દીદીનો હુમલો
    Next Article
    હાઈકોર્ટે 15 જૂન સુધી આસારામના હંગામી જામીન વધાર્યા:આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અરજી કરી હતી, 6 નવેમ્બરે 6 મહિનાના જામીન આપ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment