Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે 15 જૂન સુધી આસારામના હંગામી જામીન વધાર્યા:આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અરજી કરી હતી, 6 નવેમ્બરે 6 મહિનાના જામીન આપ્યા હતા

    9 hours ago

    દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 6 નવેમ્બરે 6 મહિના માટે ગુજરાત હાઇકોર્ટે હંગામી જામીન આપ્યા હતા. જેની મુદત 6 મેના રોજ પૂર્ણ થવાની હતી. આથી આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત હાઇકોર્ટમાં પોતાના હંગામી જામીન લંબાવવા માટે અરજી કરી હતી. હાઇકોર્ટે આસારામના હંગામી જામીન વધારીને 15 જૂન સુધી લંબાવ્યા છે. મેડિકલ ગ્રાઉન્ડ ઉપર હંગામી જામીન માંગ્યા 6 નવેમ્બરના રોજ હાઈકોર્ટે આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં 6 મહિનાના હંગામી જામીન આપ્યા હતા. અરજદારના વકીલે જણાવ્યું કે, અરજદારને સતત તબીબી દેખરેખ, સમયાંતરે મૂલ્યાંકન અને તાત્કાલિક ઈમરજન્સી સારવારની જરૂરિયાત છે, તેથી તેમના જામીન વધારવા જોઈએ. હાઈકોર્ટે વચગાળાના જામીન 15 જૂન સુધી લંબાવ્યા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલની સુનાવણી પૂર્ણ થઈ છે અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે, તેથી આ અરજી ધ્યાને લેવી જોઈએ નહીં. કોર્ટે અરજદારની તબીબી સ્થિતિ અને જામીન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બની હોવાનું ધ્યાને લઈને, વચગાળાના જામીન 15 જૂન સુધી લંબાવ્યા છે. જેમાં 6 નવેમ્બરે આપેલ જામીનની શરતોને અધીન રહેશે. આ બાબતે હવે પછીની સુનાવણી 12 જૂનના રોજ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દાંતામાં આદિવાસીઓ અને જંગલ વિભાગ વચ્ચે ઘર્ષણનો કેસ:સંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ: હાઇકોર્ટ, લોકસભામાં રજૂ રિપોર્ટ કલેક્ટરે તૈયાર કર્યો હતો
    Next Article
    8 PM Gujarati News LIVE | 8 વાગ્યાના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment