Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર વિવાદ:કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મહિલાઓ પરની ટિપ્પણી વખોડી

    6 days ago

    બનાસકાંઠામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને મહિલાઓ અંગે કરાયેલા નિવેદન બાદ રાજકીય પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે. આ મામલે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિશ્વકર્માની ટિપ્પણીને વખોડી કાઢી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જગદીશ વિશ્વકર્માની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, "સાંસદ ગેનીબેન ઠાકોર અને મહિલાઓ માટે કરેલી ટિપ્પણી હું વખોડું છું." તેમણે વધુમાં ઉમેર્યું કે, "જાહેર મંચ પરથી નારી શક્તિની અવગણના કરનારા અને નારી શક્તિ વિરુદ્ધ બોલનારા લોકો બે મોઢાની વાત કરે છે." અમૃતજી ઠાકોરે આ નિવેદનોને સત્તાના ઘમંડનું પરિણામ ગણાવ્યા હતા. આ પ્રકારના નિવેદનોને કારણે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠામાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં પહેલી ફ્રી ફ્લો બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ:રોડ એક્સિડેન્ટથી મૃત્યુદર ઘટાડવા ગાઈડલાઈન, વધતી ગરમીને ધ્યાને રાખી હીટવેવ વોર્ડ તૈયાર કરાવ્યા
    Next Article
    ભરૂચ ACB: ₹1.17 કરોડના ખનિજ કૌભાંડમાં ત્રણ અધિકારી સામે ગુનો:જેટકો એન્જિનિયર સામે પણ લાંચ માંગણીનો કેસ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment