Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પહેલી ફ્રી ફ્લો બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ:રોડ એક્સિડેન્ટથી મૃત્યુદર ઘટાડવા ગાઈડલાઈન, વધતી ગરમીને ધ્યાને રાખી હીટવેવ વોર્ડ તૈયાર કરાવ્યા

    9 hours ago

    સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ ગુજરાતના સ્થાપના દિવસે આજે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો. 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, કટ ડાયમંડ-GI ટેગ પર ખાસ કવર લોન્ચ કરાયું. કોન્ફરન્સમાં વિદેશી પ્રતિનિધીઓ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં રોડ એક્સિડેન્ટથી મૃત્યુદર ઘટાડવા ગાઈડલાઈન ગુજરાતમાં રોડ એક્સિડેન્ટથી મૃત્યુદર ઘટાડવા માટે નવી ગાઈડલાઈન.અકસ્માત સમયે મદદ કરનાર વ્યક્તિ પાસે કોઈ અંગત કે નાણાકીય વિગતોનો આગ્રહ રાખ્યા વગર તેને તાત્કાલિક મુક્ત કરવાનો રહેશે.. આ સિવાય સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ફર્સ્ટ-એઇડ અને CPRની ટ્રેનિંગ અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં પહેલી ફ્રી ફ્લો બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ સુરત-ભરૂચ નેશનલ હાઈવે-48 પર ચોર્યાસી ટોલ પ્લાઝા પર શરુ થઈ ફ્રી ફ્લો બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ.આનાથી હવે વાહન ઉભા રાખ્યા વિના જ ટોલની વસૂલાત થશે.આનાથી ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મુસાફરોનો ટાઈમ પણ બચશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદને સર્જ્યો વિવાદ જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ભ્રષ્ટાચાર પર આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો..તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના આરોપો તો મોદી પર પણ થાય જ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપે પોતાના સભ્યોને ખવડાવ્યા કુળદેવીના સોગંદ તાલાલા તાલુકા પંચાયતમાં કોઈ પક્ષને બહુમતી ન મળતા પક્ષપલટાની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીએ તેના સભ્યોને કુળદેવીના સોગંદં ખવડાવ્યા કે તેઓ કોઈ પણ ભોગે ભાજપમાં નહીં જોડાય. તો બીજી તરફ ભરુચના જંબુસરમાં ભાજપના હારેલા ઉમેદવાર શકીલ અહેમદ મલેકનો ખુલ્લી તલવાર લહેરાવતો વીડિયો વાયરલ થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હેલ્મેટ વગર પકડાયેલી મહિલાએ કર્યો હંગામો વડોદરામાં મહિલાએ પોલીસ ભવનની બહાર હોબાળો કર્યો.. મહિલા સ્પેશિયલ ડ્રાઈવમાં હેલ્મેટ વગર પકડાઈ હતી, જે બાદ તેને જાહેરમાં ડ્રામા કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધતી ગરમીને ધ્યાને રાખી હીટવેવ વોર્ડ તૈયાર કરાવ્યા વધતી ગરમીને પગલે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવાયા ખાસ હીટવેવ વોર્ડ.. 60થી વધુ બેડના ખાસ હીટવેવ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી. દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા..દિલ્હીના 1300 શ્રદ્ધાળુ વેરાવળ પહોંચતા સોરઠી સંસ્કૃતિથી તેમનું સ્વાગત કરાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા કરવામાં આવી.યુટ્યુબર સહિત ત્રણ લોકોએ માર મારી માફી મંગાવતો વીડિયો વાયરલ કર્યો હતો.યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ ત્રણેય સામે ગુનો નોંધાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝાડ પર લટકતાં મહિલા અને પુરુષના મૃતદેહ મળ્યા ગાંધીનગરના ચિલોડામાં ઝાડ પર એક મહિલા અને પુરુષના મૃતદેહ લટકેલા મળ્યા. મહિલા પરિણીત હતી જ્યાર પુરુષના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા હતા.પ્રેમ પ્રકરણમાં બંનેએ અંતિમ પગલું ભર્યાનું અનુમાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 15 બૂથ પર કાલે ફરી મતદાન:EVM સાથે ચેડાં-હિંસાની ફરિયાદ હતી; કોલકાતામાં સ્ટ્રોંગ રૂમ પાસે ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ
    Next Article
    ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર વિવાદ:કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મહિલાઓ પરની ટિપ્પણી વખોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment