Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ ACB: ₹1.17 કરોડના ખનિજ કૌભાંડમાં ત્રણ અધિકારી સામે ગુનો:જેટકો એન્જિનિયર સામે પણ લાંચ માંગણીનો કેસ દાખલ

    8 hours ago

    ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બે અલગ-અલગ કેસોમાં મોટી કાર્યવાહી કરી છે. એક કેસમાં ખાણ-ખનિજ વિભાગના ત્રણ અધિકારીઓએ સરકારને રૂ. 1.17 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજા કેસમાં જમીન બિનખેતી કરવાના બદલામાં લાંચ માંગનાર જેટકોના એન્જિનિયર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રથમ કેસ અંગારેશ્વર ગામે પરમિટ ધારકો દ્વારા નિયમ વિરુદ્ધ ખનન કરવા સંબંધિત છે. આ અંગેની ફરિયાદ બાદ ACB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તત્કાલીન ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી નરેશ માવજીભાઈ જાની, સર્વેયર અશ્વિન લાલજીભાઈ કોટીડીયા અને માઈન્સ સુપરવાઈઝર ભાવેશ રામજીભાઈ પરમારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આ અધિકારીઓએ પરમિટની શરતોના ઉલ્લંઘન છતાં સ્થળ તપાસમાં બેદરકારી દાખવી હતી અને માપણીના ખોટા આંકડા રજૂ કર્યા હતા. તેમણે દંડ વસૂલવામાં નિષ્ફળતા દાખવી અથવા ઓછો દંડ વસૂલી પરમિટ ધારકોને ફાયદો કરાવ્યો હતો. આના પરિણામે સરકારી તિજોરીને કુલ રૂ. 1.17 કરોડથી વધુનું નુકસાન થયું છે. ભરૂચ ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ત્રણેય અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા કેસમાં, એક ફરિયાદીએ પોતાની માલિકીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ માટે જેટકો સબ સ્ટેશન, જંબુસરનો અભિપ્રાય જરૂરી હતો. ત્યાં ફરજ બજાવતા જૂનિયર એન્જિનિયર પ્રજેશ બલદેવભાઈ ગડરીયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ કામ કરી આપવાના બદલામાં ફરિયાદી પાસેથી રૂ. 1000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. જોકે, અધિકારીને શંકા જતાં છટકું સફળ રહ્યું નહોતું. તેમ છતાં, ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે અધિકારીએ લાંચ માંગી હોવાનું સાબિત થયું હતું. હાલમાં છોટાઉદેપુર ખાતે ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રજેશ ગડરીયા વિરુદ્ધ ACB એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર વિવાદ:કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મહિલાઓ પરની ટિપ્પણી વખોડી
    Next Article
    'Don't Accept Imposition, Don't Want War': Iran Says Open To Talk To US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment