Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જે કામ કરે એનો ગઢ બની જાય':મનપાની ચૂંટણીમાં એકમાત્ર અપક્ષ જીતનાર હરીશ પટેલનો ટંકાર, મારામાં મારા વિસ્તારના કામ કરાવવાની આવડત છે એટલે લોકોએ જીતાડ્યો

    9 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-1માંથી એકમાત્ર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી કરનાર છાણીના લોકલ બોય હરીશ પટેલે માત્ર જીત નથી મેળવી પરંતુ, છેલ્લી બે ટર્મથી કોંગ્રેસની પેનલ જીતથી હતી તેમાં ગાબડું પાડ્યું છે. હરીશ પટેલ 13,372 મત મેળવી વિજેતા બન્યા છે ત્યારે હરીશ પટેલે જીત બાદ ટંકાર કર્યો હતો કે, મારા વિસ્તારના કામ કેવી રીતે કરાવવા એ મને ખબર છે એટલે જ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને જીતાડ્યો છે. અપક્ષ ઉમેદવારે કોંગ્રેસની પેનલને તોડી નાખી વોર્ડ 1માં બે ટર્મથી કોંગ્રેસની આખી પેનલ જીતતી હતી. એક તબક્કે વોર્ડ 1માં ભાજપે ગાબડું પાડવું અશક્ય લાગી રહ્યું હતું તેવામાં કોંગ્રેસે હરીશ પટેલની ટિકિટ કાપી અને કોંગ્રેસની પેનલ તૂટી ગઈ. તેઓ છાણી ગામના વતની છે. અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ગ્રામ્યકક્ષાનું રાજકારણ સામેલ થયું હતું. તેઓ અગાઉ કોંગ્રેસમાં આખી પેનલનો પ્રચાર કરતા હતા પરંતુ આ વખતે ખાલી પોતાનો પ્રચાર કર્યો જેનું પરિણામ એ આવ્યું કે આ વોર્ડમાં ભાજપને પણ બે બેઠક મળી અને કોંગ્રેસની પેનલ તૂટી ગઈ. જે કામ કરે તેનો ગઢ બની જાય હરીશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં કોઈનો કાયમી ગઢ હોતો નથી. જે કામ કરે એ વિસ્તાર એનો ગઢ બની જાય. હું પાછલા પાંચ વર્ષમાં મારા વિસ્તારના કામ કરતો આવ્યો છું એના કારણે લોકો મને ઓળખે છે. સવારે 7 વાગ્યાથી લોકોના કામોમાં મંડી પડતો હતો અને તેથી જ લોકોએ મને ચૂંટ્યો છે. મારા કાર્યકરોને મારામાં ખૂબ વિશ્વાસ હતો હરીશ પટેલે જણાવ્યું હતું કે, મને જ્યારે ટિકિટ ન મળી ત્યારે મારા કાર્યકરો આખી રાત સૂતા નથી અને ત્યારે જ નક્કી કરી દીધું હતું કે અપક્ષ ઉમેદવારી કરવી. મારા કાર્યકરોએ મને જીતાડવા ખૂબ મહેનત કરી છે. મારી જીત પાછળ જે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું તે કાર્યકરોએ જ કર્યું છે. મારી તમામ રેલી અને પ્રચાર સભા તેઓ જ નક્કી કરતા હતા. તેઓને મારા પર વિશ્વાસ હતો અને તેઓનો આ વિશ્વાસ જીત્યો છે. પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે હરીશ પટેલે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં રાજકારણ ગળથૂંથીમાં છે. મારા કાકા, મામા બધા રાજકારણમાં હતા. નાનપણથી જ રાજકારણ જોતો આવ્યો છું. ગ્રામ પંચાયતમાં મારા પરિવારના સભ્ય માટે બુથ લેવલનું કામ કર્યું છે. પરિવાર પહેલેથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છું. કોલેજ કાળમાં પણ NSUI સાથે સંકળાયેલો હતો. પણ આ વખતે મને ટિકિટ નથી મળી. હવે જે પક્ષમાં નથી તે પક્ષ વિશે મારે વાત કરવી નથી. હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી હું અપક્ષ તરીકે જીત્યો છું. હું કોઈ પણ પાર્ટીમાં હવે જોડાવાનો નથી. આવતી ચૂંટણીમાં પણ અપક્ષ લડીશ. મારે મારા વિસ્તારના કામ કરવા છે અને એ કામ કેવી રીતે કરાવવા તે મને ખ્યાલ છે. હું મારા વિસ્તારમાં મારા કામ થકી જ ઓળખાઈશ. મતદારોએ મને કોઈ પક્ષ જોઈને નથી ચૂંટયો, એમને મને જોઈને ચૂંટ્યો છે. એટલે હું હાલ કોઈ પક્ષમાં જોડાવાનું વિચારતો પણ નથી. રાજકારણમાં મારા બધા મિત્રો છે. મને રાજકારણના સંસ્કાર જ એવા મળ્યા છે કે ચૂંટણી પછી કોઈ દુશ્મન હોતું નથી. બધા જ સરખા છે અને બધા મારા મિત્ર છે.
    Click here to Read More
    Previous Article
    કોણ બનશે મેયર, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ?:વડોદરામાં બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, મહાનગરપાલિકાના મેયર માટે રવિવારે સેન્સ
    Next Article
    ગુંદાળા જિલ્લા પંચાયત સદસ્ય કિષનાબાએ મતદારોનો આભાર માન્યો:વિસ્તારના ગામોમાં ઘરે-ઘરે પહોંચી મતદારોનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment