Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ બનશે મેયર, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ?:વડોદરામાં બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, મહાનગરપાલિકાના મેયર માટે રવિવારે સેન્સ

    7 hours ago

    વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે. હવે આગામી અઢી વર્ષની ટર્મ માટે મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિતના મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે પક્ષ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ આગામી બે દિવસ દરમિયાન વડોદરા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. તાલુકા પંચાયત પ્રમુખ માટે કાલે કવાયત આવતીકાલે એટલે કે, શનિવારે તમામ તાલુકા પંચાયતો માટે સેન્સ લેવામાં આવશે. જિલ્લામાં સમાવિષ્ટ તમામ તાલુકા પંચાયતના નવા પ્રમુખ કોણ હશે તેના માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સાંસદ, ચૂંટાયેલા ધારાસભ્યો, સંગઠનના આગેવાનોના અભિપ્રાય મેળવવા આવશે. જિલ્લા કાર્યાલય ખાતે સવારે 9 કલાકથી આ પ્રક્રિયા શરૂ થશે જે સાંજે 6.15 સુધી ચાલશે. મેયર પદ માટે રવિવારે અભિપ્રાય લેવાશે રવિવારના રોજ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા યોજાશે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટાયેલા કાઉન્સિલરો અને સભ્યો સાથે વ્યક્તિગત અને જૂથમાં મુલાકાત કરશે. તેઓ દરેક સભ્યનો અભિપ્રાય જાણીને સંભવિત નામોની યાદી તૈયાર કરશે. ખાસ કરીને મેયર પદ માટે કયા નામો ચર્ચામાં છે અને સુકાની તરીકે કોણ વધુ સક્ષમ છે, તે અંગે ગહન ચર્ચા કરવામાં આવશે. મેયર પદ માટે લોબિંગ શરૂ કરી દેવાયા મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે એસસી પુરુષ મેયર બનશે. જો કે એસસી મહિલા ઉપર પણ પસંદગીનો કળશ ઢોળાઇ શકે છે. પુરુષોમાં આમિર વાઘેલા, ચેતન પરમાર અને અજય ડાભીના નામો ચર્ચામાં છે તો જો મહિલા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તો વોર્ડ 13માંથી વિજેતા બનેલા ગીતા મકવાણા અને વોર્ડ 17ના મીના પરમારના નામો ચર્ચામાં છે. મહિલા અનામત ઉપર જો જોર મૂકવામાં આવે તો આ બે નામો ઉપર પણ પસંદગી થઈ શકે છે. અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલાશે નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જ્યાં આખરી નામો પર મહોર મારવામાં આવશે. ભાજપમાં સંગઠન અને શિસ્તને મહત્વ આપવામાં આવતું હોવાથી, આ સેન્સ પ્રક્રિયા પદાધિકારીઓની પસંદગીમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે. વડોદરામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી હવે સૌની નજર નવા નાથ કોણ બનશે તેના પર ટકેલી છે. મોદી વડોદરા આવે તે પહેલા પદાધિકારીઓ નામ જાહેર થઈ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરા આવી રહ્યા છે. ગુજરાતમાં ભવ્ય વિજય બાદ સૌપ્રથમ વખત વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. ત્યારે સંભવતઃ તેઓના આગમન પહેલા સ્થાનિક સ્વરાજ્યના વડાની જાહેરાત થઈ જશે. મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખના નામ ઉપરાંત પદાધિકારીઓના નામ જાહેર થઈ જાય તેવી શકયતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    BMC fines contractor Rs 1 crore after fatal rig collapse on Sion-Panvel Highway
    Next Article
    'જે કામ કરે એનો ગઢ બની જાય':મનપાની ચૂંટણીમાં એકમાત્ર અપક્ષ જીતનાર હરીશ પટેલનો ટંકાર, મારામાં મારા વિસ્તારના કામ કરાવવાની આવડત છે એટલે લોકોએ જીતાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment