Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સ્થાપના દિવસ:ગુજરાતને વધુ સમૃદ્ધ, સ્વચ્છ, શિક્ષિત બનાવવાનો સંકલ્પ કરીએ: સાધુ પ્રેમવત્સલદાસજી

    12 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ ગુજરાત સ્થાપના દિવસ, ૧ મેના રોજ પ્રવચન આપ્યું હતું. તેમણે ગુજરાતીઓને પોતાના કાર્યો દ્વારા રાજ્યને વધુ સમૃદ્ધ, સ્વચ્છ અને શિક્ષિત બનાવવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. આ દિવસની ઉજવણી કરવી એ આપણા સૌ માટે ગર્વની વાત છે. આજે સમગ્ર વિશ્વ ગુજરાતની ભૂમિ પર ગર્વ અનુભવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આ ગુજરાતની ભૂમિ પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા છે, જેમણે દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ ભૂમિને તીર્થ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુમાં, તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક વર્ષો સુધી આ ગુજરાતની ધરતી પર વિચર્યા હતા અને સદાચારના સંસ્કારોનું પ્રવર્તન કર્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ ગુજરાતીઓને પોતાનું જીવન નીતિમય અને પ્રામાણિક બનાવવાની ફરજ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે આપણું જીવન એવું હોવું જોઈએ કે તેમાંથી બીજા પ્રેરણા મેળવે અને મનુષ્યજન્મ સાર્થક બને. ભક્તિ અને સત્સંગ દ્વારા મોક્ષપદ પ્રાપ્ત કરવાનો ધ્યેય રાખવો જોઈએ. અંતે, તેમણે ગુજરાત સ્થાપના દિવસે સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું કે, “ચાલો, આજે આ સ્થાપના દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે, આપણે આપણા કાર્યો દ્વારા ગુજરાતને વધુ સમૃદ્ધ, સ્વચ્છ અને શિક્ષિત બનાવશું.”
    Click here to Read More
    Previous Article
    હિટસ્ટ્રોકની અસર જણાય તો અહિંયા પહોંચજો:રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં 70થી વધુ બેડના સ્પેશિયલ વોર્ડ ઊભા કરાયા, ગરમીથી આ રીતે બચો
    Next Article
    પોષણ આપતી બહેનો શોષણ સામે મેદાને:ગુજરાત સ્થાપના દિને ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની સભા મળી, લઘુત્તમ વેતન-ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર સામે મોરચો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment