Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોષણ આપતી બહેનો શોષણ સામે મેદાને:ગુજરાત સ્થાપના દિને ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની સભા મળી, લઘુત્તમ વેતન-ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર સામે મોરચો

    13 hours ago

    આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અને શ્રમિક દિવસની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે બીજી તરફ રાજ્યની આંગણવાડી મહિલા કાર્યકરો અને તેડાઘરોએ પોતાના હક્ક માટે સરકાર સામે બાયો ચડાવી છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આજે ગાંધીનગરના સેક્ટર-12 ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉમટી પડી હતી અને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓનો પડઘો પાડ્યો હતો. સરકારે કરેલી ફરજિયાત ઓનલાઈન કામગીરીનો બહેનોએ સખત વિરોધ કર્યો છેલ્લા લાંબા સમયથી વેતન વધારાની માંગ કરી રહેલી આંગણવાડી બહેનોએ હવે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કર્યો છે. સંઘના પ્રમુખ કિરણ એચ. કવિએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને પોતાના અંગત મોબાઈલ ફોનમાં સરકાર દ્વારા ફરજિયાત કરાયેલી ઓનલાઈન કામગીરીનો બહેનોએ સખત વિરોધ કર્યો છે. ટેકનિકલ મુશ્કેલીઓ, અપૂરતું ઈન્ટરનેટ અને ડેટા ખર્ચના મુદ્દે બહેનોએ કહ્યું છે કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ રહેશે અને માત્ર ઓફલાઈન સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે. સિનિયોરિટીના ધોરણે બઢતી આપવાની પણ માંગ આ અંગે આંગણવાડી કાર્યકર અલકાબેન પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અપાતી ઈન્ટરનેટની સુવિધા ખૂબ જ અપૂરતી છે. એક જ પ્રકારની કામગીરીમાં ડેટા પૂરો થઈ જતો હોવાથી બહેનોને આર્થિક બોજ સહન કરવો પડે છે. આ ઉપરાંત હેલ્પર અને કાર્યકર બહેનોને શાળાઓની જેમ એકસાથે વેકેશન મળે તેવી પણ માંગ છે. મુખ્ય માંગણીઓમાં કાર્યકરોને 18,000 અને તેડાઘરોને 13,000નું વચગાળાનું વેતન આપવું તેમજ સિનિયોરિટીના ધોરણે બઢતી આપવાની પણ માંગ છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઉગ્ર આંદોલન કરાશે જ્યારે સંઘના મહામંત્રી સીતાબેન ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે કે, આ મહાસંમેલન માત્ર એક શરૂઆત છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધીનગરના બલરામ ભવન ખાતે મળેલી બેઠકમાં આગામી રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે.હવે જોવાનું એ રહેશે કે શ્રમિક દિવસે રસ્તા પર ઉતરેલી આ મહિલા શ્રમિકોની માંગણીઓ પર સરકાર શું વલણ અપનાવે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સ્થાપના દિવસ:ગુજરાતને વધુ સમૃદ્ધ, સ્વચ્છ, શિક્ષિત બનાવવાનો સંકલ્પ કરીએ: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    ચંદ્રુમાણા ગામે શ્રી ગોગા મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા:વાસુદેવ હરગોવિંદ વ્યાસ પરિવારે નૂતન મંદિરનું નિર્માણ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment