Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસ્તાની લારી પર અચાનક વૃક્ષ પડતા અફરાતફરી:વૃદ્ધ દબાઈ જતા માથામાં પાંચ ટાંકા આવ્યા, અમરોલીમાં ફાયર બ્રિગેડે રસ્તો ખુલ્લો કરાવ્યો

    13 hours ago

    સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ ગામ ગાર્ડન પાસે આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. વર્ષો જૂનું એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં નાસ્તાની લારી ચલાવતા એક વ્યક્તિ તેના નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે 5 જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નાસ્તાની લારી પર વૃક્ષ પડતા અફરાતફરી મળતી વિગતો મુજબ, અમરોલીના કોસાડ ગામ ગાર્ડન બહાર સાદિકભાઈ પોતાની નાસ્તાની લારી પર ઉભા હતા. આ દરમિયાન, વર્ષો જૂનું એક વટવૃક્ષ અચાનક લારી પર પડ્યું હતું. સાદિકભાઈ કઈ સમજે તે પહેલાં જ વૃક્ષ નીચે દબાઈ જતાં આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક એકઠા થઈ સાદિકભાઈને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા 5 ટાંકા લેવા પડ્યા છે. GEBનો વીજ પોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો વૃક્ષ એટલું વિશાળ હતું કે તેની લપેટમાં બાજુમાં આવેલો વીજળીનો પોલ પણ આવી ગયો હતો. ઝાડ પડતાની સાથે જ GEBનો વીજ પણ ધરાશાયી થયો હતો, જેને કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સદનસીબે, જ્યારે વીજ પોલ પડ્યો ત્યારે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષને રસ્તા પરથી દૂર કર્યું ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ વુડ કટરની મદદથી વિશાળ વૃક્ષની ડાળીઓને કાપી રસ્તા પરથી દૂર કરી હતી. અંદાજે એકાદ કલાકની જહેમત બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વૃક્ષ ધરાશાયી થવાને પગલે વાહનવ્યવહાર પણ થોડો સમય માટે પ્રભાવિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સ વેચાણ: શબ્બીર બસરને 10 વર્ષની સખ્ત કેદ:જામનગર સ્પેશ્યલ કોર્ટે ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો
    Next Article
    રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ફર્યું દાદાનું બુલડોઝર:ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાનું એક કરોડ કિંમતનો 300 ચોરસ વાર જગ્યામાં બનેલ આલીસાન બંગલો તોડી પાડવામાં આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment