Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સ વેચાણ: શબ્બીર બસરને 10 વર્ષની સખ્ત કેદ:જામનગર સ્પેશ્યલ કોર્ટે ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો

    12 hours ago

    જામનગરની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટે ડ્રગ્સ વેચાણના એક કેસમાં આરોપી શબ્બીર ઈકબાલ બસરને 10 વર્ષની સખ્ત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. આરોપી મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સ લાવી જામનગરમાં વેચવાના ઈરાદે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામજીભાઈ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી જામનગર તરફ આવતી બોલેરો ગાડીને રોકી હતી. તપાસ દરમિયાન, ગાડીમાં સવાર શબ્બીર ઈકબાલ વાઢેર (બસર) પાસેથી 54 ગ્રામ મેફેડ્રોન પાઉડર મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા આ ડ્રગ્સની બજાર કિંમત આશરે ₹5,40,000 આંકવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા, સરકારી વકીલ (APP) ધર્મેન્દ્રભાઈ એ. જીવરાજાનીએ સરકાર પક્ષે દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. સરકારી વકીલે કોર્ટ સમક્ષ 43 દસ્તાવેજી પુરાવા અને 18 સાક્ષીઓની તપાસણી દ્વારા આરોપી સામેનો ગુનો નિશંકપણે સાબિત કર્યો હતો. તેમણે આવા ગંભીર અપરાધોમાં સમાજમાં દાખલો બેસે તેવી કડક સજાની માંગણી કરી હતી. આરોપી પક્ષે પોતાને નિર્દોષ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સ્પેશ્યલ જજ આર.વી. માંડણીએ સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે યુવાધનને નશાના માર્ગે ધકેલનારા તત્વો સામે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે. આ ચુકાદામાં આરોપી શબ્બીર ઈકબાલ બસરને 10 વર્ષની સખ્ત કેદ અને ₹1,00,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદાને કારણે ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ:હેલ્મેટ-સીટ બેલ્ટ વિના આવનાર કર્મચારીઓ સામે કાર્યવાહી
    Next Article
    નાસ્તાની લારી પર અચાનક વૃક્ષ પડતા અફરાતફરી:વૃદ્ધ દબાઈ જતા માથામાં પાંચ ટાંકા આવ્યા, અમરોલીમાં ફાયર બ્રિગેડે રસ્તો ખુલ્લો કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment