Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ:હેલ્મેટ-સીટ બેલ્ટ વિના આવનાર કર્મચારીઓ સામે કાર્યવાહી

    11 hours ago

    સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિક નિયમોના પાલન માટે વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ પહેર્યા વિના અને સીટ બેલ્ટ બાંધ્યા વિના આવતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત, મામલતદાર, ક્લાર્ક અને આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓ પરિપત્ર જાહેર થયા હોવા છતાં ટુ-વ્હીલર પર હેલ્મેટ વિના અને સરકારી ગાડીઓના ડ્રાઈવરો સીટ બેલ્ટ વિના કચેરીએ પહોંચ્યા હતા. જિલ્લામાં એક મહિના માટે ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને જ કચેરીઓમાં આવવાનો પરિપત્ર અગાઉથી જ જાહેર કરવામાં આવ્યો છે. આ સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટર કચેરી, મહાનગરપાલિકાના કમ્પાઉન્ડ, મેક્સન સર્કલ, બહુચર સર્કલ અને શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર આ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ મર્કેન્ટાઈલમાં વિદાય સમારોહ યોજાયો:બેંકના કર્મચારી વિપુલભાઈ બગડીયા નિવૃત્ત થતા આયોજન કરાયું
    Next Article
    ડ્રગ્સ વેચાણ: શબ્બીર બસરને 10 વર્ષની સખ્ત કેદ:જામનગર સ્પેશ્યલ કોર્ટે ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment