Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મર્કેન્ટાઈલમાં વિદાય સમારોહ યોજાયો:બેંકના કર્મચારી વિપુલભાઈ બગડીયા નિવૃત્ત થતા આયોજન કરાયું

    9 hours ago

    બોટાદ મર્કેન્ટાઈલ બેંકના કર્મચારી વિપુલભાઈ બગડીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. તેઓ તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નિવૃત્ત થશે. આ કાર્યક્રમની શરૂઆતમાં ઓફિસર વિરલભાઈ મહેતાએ વિપુલભાઈની બેંક પ્રત્યેની સેવાઓને બિરદાવી હતી. તેમણે વિપુલભાઈને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કર્મચારી વિતેશભાઈ બગડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, જ્યારે તેમની બેંકમાં નિમણૂક થઈ ત્યારે તેમને વિપુલભાઈ સાથે કામ કરવાની તક મળી હતી. તેમણે વિપુલભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું જણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં, વિપુલભાઈ બગડીયાએ બેંકનો આભાર માનતા કહ્યું કે, બેંકનો તેમના પરનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી અને તેઓ સદાય બેંકના ઋણી રહેશે. તેમણે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મેનેજર જયદેવભાઈ ચૌહાણ, ઓફિસર વિરલભાઈ, પંકજભાઈ, અમિતભાઈ સહિત બેંકના સર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, બેંકના સૌ કર્મચારી મિત્રોએ મીઠાઈ અને આઈસ્ક્રીમ આરોગીને વિદાય લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    CMએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું:8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, કટ ડાયમંડ-GI ટેગ પર ખાસ કવર લોન્ચ; વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતના રંગે રંગાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ:હેલ્મેટ-સીટ બેલ્ટ વિના આવનાર કર્મચારીઓ સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment