Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું:8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, કટ ડાયમંડ-GI ટેગ પર ખાસ કવર લોન્ચ; વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતના રંગે રંગાયા

    18 hours ago

    ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. કરોડોના MOU થયા છે. સુરત કટ ડાયમંડ-GI ટેગ પર એક ખાસ કવર પણ લોન્ચ કરાયું હતું. સાથે જ 8 નવી સ્માર્ટ GIDCની પણ જાહેરાત કરાઈ છે. આ મેગા ઇવેન્ટમાં આવેલા વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. જાપાનના રાજદૂતે ગુજરાતીમાં તો સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોન્ગે ‘જયશ્રી કૃષ્ણ’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તો યુક્રેનના રાજદૂતે જય જય ગરવી ગુજરાત કહી ગુજરાત દિવસની શુભકામનાઓ પાઠવી હતી. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓ પર ફોકસ 'વિકસિત ભારત@2047'ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે. તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSME) થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે. સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન રજૂ દક્ષિણ ગુજરાતના વિવિધ અને સમૃદ્ધ ઉદ્યોગોની ઝલક આપતા એક પ્રેઝન્ટેશન વીડિયો દ્વારા વિદેશી પ્રતિનિધિઓને રાજ્યની આર્થિક શક્તિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં સુરતના વિશ્વવિખ્યાત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને વાપી-અંકલેશ્વરના કેમિકલ અને ફાર્માસ્યુટિકલ હબની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજી અને વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરીને વિદેશી ડેલીગેટ્સ સમક્ષ દક્ષિણ ગુજરાતમાં રહેલી રોકાણની વિપુલ તકો, અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારિક સુવિધાઓનું સચોટ ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે સહભાગીદારી વધારવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો હતો. 8 સ્માર્ટ GIDCની જાહેરાત દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક 8 સ્માર્ટ GIDC એસ્ટેટની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ‘સુરત કટ ડાયમંડ-GI ટેગ' પર એક ખાસ કવર પ્રકાશિત વિશ્વવિખ્યાત 'સુરત કટ ડાયમંડ-GI ટેગ' પર એક ખાસ કવર પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જે સુરતના હીરા ઉદ્યોગ માટે ખરેખર ગૌરવની ક્ષણ બની રહી હતી. ‘દાણચોરી-આતંકવાદી પ્રવૃત્તિ માટે કુખ્યાત દરિયાને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું’ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વર્ષો પહેલા મધદરીયેથી મોટા જહાજોને પાઇલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો, તે દરિયા કિનારાને પોર્ટ-લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. ‘દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે’ આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. પીએમ મોદીએ જે લાંબાગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો, તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગોની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. ‘વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત FDI મેળવવામાં અગ્રેસર’ વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો પીએમ નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દુરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો, ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે FDI મેળવવામાં અગ્રેસર છે. ‘ક્રૂડ, LPG, પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન ઇંધણના પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યો છું’ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, આ એક ગંભીર અને મહત્વપૂર્ણ મેળાવડો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી, નેતાઓ, સરકારો અને ભાગીદાર દેશો ગુજરાતને માત્ર એક રોકાણના સ્થળ તરીકે જ નહીં, પરંતુ ભારતના વિકાસ માટે એક શ્રેષ્ઠ 'વર્કિંગ મોડેલ' તરીકે પણ જુએ છે. વર્તમાન ઊર્જા કટોકટી શરૂ થયાના 60 દિવસથી વધુ સમય બાદ, હું આ પ્રકારના પ્રતિનિધિમંડળ અને બેઠકને પ્રથમ વાર સંબોધિત કરી રહ્યો છું. મારે તમારી સાથે એ વાત પણ શેર કરવી જોઈએ કે છેલ્લા 60 દિવસો દરમિયાન, હું સરકાર અને રાજ્ય સરકારોમાં મારા સાથીદારો સાથે મળીને દૈનિક ધોરણે ક્રૂડ, LPG, પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન ઇંધણના પુરવઠાની સ્થિતિ પર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત ઉદ્દેશ્યો મુજબ, અમારી પ્રથમ જવાબદારી ભારતને પુરવઠો સતત મળી રહે તે સુનિશ્ચિત કરવાની હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    ‘The Devil Wears Prada’ predicted fast fashion: How Paris runway looks can now reach Indian malls in 3 weeks
    Next Article
    બોટાદ મર્કેન્ટાઈલમાં વિદાય સમારોહ યોજાયો:બેંકના કર્મચારી વિપુલભાઈ બગડીયા નિવૃત્ત થતા આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment