Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હર ઘર તિરંગા'થી ટેક્સટાઈલ માર્કેટ 300 કરોડનો કારોબાર કરશે:બંગાળમાં ભાજપ સરકાર બનતાં જ 1 કરોડથી વધુ તિરંગાની માંગ, સ્વતંત્રતા પર્વ પર સુરતનો દબદબો

    1 day ago

    15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશભરમાં કરવા તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ દેશભક્તિના રંગે રંગાયું છે. વડાપ્રધાનના 'હર ઘર તિરંગા' અભિયાનને કારણે સુરત કાપડ માર્કેટને રાષ્ટ્રધ્વજના વેચાણથી ₹300 કરોડથી વધુનો જંગી વેપાર મળવાનો અંદાજ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાંથી જ 1 કરોડથી વધુ તિરંગાના ઓર્ડર મળ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર આવ્યા બાદ ત્યાંથી તિરંગાની વધુ માંગ જોવા મળી રહી છે. 20થી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ ધ્વજ નિર્માણમાં વ્યસ્ત સુરત શહેરમાં 20થી વધુ મોટા ઉદ્યોગપતિઓ છે જેઓ રાષ્ટ્રીય ધ્વજના મોટા પાયે નિર્માણ કાર્ય સાથે જોડાયેલા છે. પ્રવીણ ઓવરસીઝના સંચાલક પ્રવીણ ગુપ્તાના જણાવ્યા મુજબ, દેશના તમામ 28 રાજ્યોમાંથી ધ્વજના ઓર્ડર આવી રહ્યા છે. દિલ્હી, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને યુપી સહિતના રાજ્યોમાં સુરતમાં બનેલા તિરંગા પહોંચાડવામાં આવી રહ્યા છે. આ વખતે ઈતિહાસમાં પહેલીવાર દરેક નાગરિકના હાથમાં તિરંગો જોવા મળે તેવી તૈયારીઓ ચાલી રહી છે. 100% 'મેડ ઇન ઇન્ડિયા' અને પોલિએસ્ટર ફેબ્રિકની વધુ માંગ કાપડ માર્કેટમાં આ વખતે પોલિએસ્ટર ફેબ્રિક (160 ગ્રામ) ફેબ્રિકની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. સુરતમાં નિર્માણ પામતા આ તમામ ધ્વજ 100% 'મેડ ઇન ઇન્ડિયા' છે. ધ્વજ માટે વપરાતું કાપડ, દોરો (યાર્ન) અને પ્રિન્ટિંગ સહિતની તમામ પ્રક્રિયાઓ સ્થાનિક સ્તરે જ થાય છે. ગ્રાહકો પણ આ વખતે કોઈપણ ગુણવત્તા વગરનો ધ્વજ લેવાને બદલે સાફ-સુથરો અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળો તિરંગો ખરીદવા આગ્રહ રાખી રહ્યા છે, કારણ કે રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ અને સન્માન છે. નાની સાઈઝથી લઈને 30 ફીટના વિશાળ ધ્વજનું નિર્માણ સુરતની ફેક્ટરીઓમાં અલગ-અલગ સાઈઝમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બજારમાં 5 ઇંચ બાય 8 ઇંચના ટેબલ ફ્લેગથી લઈને 20 ઇંચ બાય 30 ઇંચના સ્ટાન્ડર્ડ સાઈઝના ધ્વજ પ્રોડ્યુસ થઈ રહ્યા છે. આ ઉપરાંત 4 ફીટ બાય 6 ફીટ અને પોલ્સ (થાંભલા) પર લહેરાવવા માટે 20 ફીટ બાય 30 ફીટના વિશાળ ધ્વજ પણ બનાવવામાં આવે છે. મોટા કદના એક ધ્વજની કિંમત ₹15,000 થી ₹16,000 સુધીની હોય છે, જ્યારે નાના ધ્વજ ₹11 થી ₹12ની કિંમતમાં ઉપલબ્ધ થાય છે. ભગવા વાતાવરણ અને દેશભક્તિના ભાવ સાથે ઓર્ડરનો પ્રવાહ વેપારીઓના મતે, આ વખતે રાજકીય અને સામાજિક ગતિવિધિઓને કારણે પશ્ચિમ બંગાળના કોલકાતા સહિતના વિસ્તારોમાંથી રેકોર્ડબ્રેક ડિમાન્ડ આવી છે. વ્યાપારીઓ, ટ્રેડર્સ અને વિવિધ CSR ફંડ ધરાવતી કંપનીઓ પણ મોટા પ્રમાણમાં તિરંગાની ખરીદી કરી રહી છે. સુરતના કાપડ ઉદ્યોગે દેશભરની આ માગને પહોંચી વળવા માટે દિવસ-રાત ઉત્પાદન ચાલુ રાખ્યું છે, જેથી દેશના ખૂણે-ખૂણે રાષ્ટ્રધ્વજ સમયસર પહોંચાડી શકાય.
    Click here to Read More
    Previous Article
    ‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’:સુરત સિવિલમાં સૌથી વધુ રેગિંગ ડૉ.દીક્ષિતા કરતી; મૃતકના ટેબલ પરના પેક્ડ અત્તર-કાતર અને બે લેટરથી આપઘાતનું રહસ્ય ઘેરાયું
    Next Article
    ડો.હર્ષ આપઘાત કેસમાં સિવિલની મેડિકલ કોલેજમાં ABVPનો હોબાળો:કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી, ડીન ચેમ્બર છોડી ભાગ્યા; રેગિંગમાં જવાબદારોનું સર્ટિફિકેટ રદ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment