Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’:સુરત સિવિલમાં સૌથી વધુ રેગિંગ ડૉ.દીક્ષિતા કરતી; મૃતકના ટેબલ પરના પેક્ડ અત્તર-કાતર અને બે લેટરથી આપઘાતનું રહસ્ય ઘેરાયું

    2 days ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એન્ટિ-રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલ અને તપાસના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે 4 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. HODને રજૂઆત કરી પણ પગલાં ના લેવાયા આપઘાતની ઘટનાના બે દિવસ પહેલા જ જુનિયર ડોક્ટરોએ વિભાગના વડા (HOD) ડૉ. સુમૈયા મુલ્લાને આ માનસિક ત્રાસ અંગે રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ તાત્કાલિક પગલાં લેવાયા નહોતા. સોમવારે તમામ જુનિયરો ભેગા થઈને ડીનને ફરિયાદ કરવા જવાના હતા, પરંતુ તે પહેલા જ રવિવારે ડૉ. હર્ષે આત્યંતિક પગલું ભરી લીધું હતું. બીજી તરફ, ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસને સીસીટીવી ફૂટેજ આપવામાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. મેન્ટેનન્સના બહાને હોસ્ટેલ અને માઈક્રોબાયોલોજી વિભાગના સર્વર બંધ હોવાનું લખાણ લઈ લેવાતાં સવાલો ઊભા થયા છે. 4 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ 1 ડૉ.સુમૈયા મુલ્લા: ડો. હર્ષનું સરેઆમ રેગિંગ થઈ રહ્યું છતાં HOD તરીકે કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી. 2 ડૉ.સંગીતા રાજદેવ: એસોસિએટ પ્રોફેસર છે, તેમણે રેગિંગ મુદ્દે ધ્યાન કેમ ન આપ્યું એટલે શો-કોઝ નોટિસ અપાઈ. 3 ડૉ.યોગિતા: આસિ. પ્રોફેસર છે. તેમણે ધ્યાન જ ન રાખ્યું કે વિદ્યાર્થીનું રેગિંગ થઈ રહ્યું છે. 4 ડૉ.લતિકા શાહ: આસિસ્ટન્ટ પ્રોફેસર છે, વિદ્યાર્થીઓનું રેગિંગ થઈ રહ્યું હતું તેની પર ધ્યાન ન આપ્યું. ઘટના બન્યાના બે દિવસે પોલીસને FIR નોંધવા રિપોર્ટ સોંપાયો સુરત સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઘટના અંગે સંસ્થાએ નિયત સમયમર્યાદામાં ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ પણ આપી દીધો છે. રિપોર્ટમાં ઘટના અને તેના પર કરાયેલી સમગ્ર કાર્યવાહીનો ક્રમબદ્ધ ઉલ્લેખ કરીને પોલીસને આગળની કાનૂની તપાસ કરવા જણાવાયું છે. આ મામલે સંસ્થાના વહીવટી અધિકારીને ફરિયાદી તરીકે નિયુક્ત કરીને FIR દાખલ કરવામાં આવશે અને હાલ પોલીસ તરફથી આગળની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એન્ટી રેગિંગ કમિટીનો પોલીસને રિપોર્ટ રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ પોતાનો પ્રાથમિક અહેવાલ સુરતના ખટોદરા પોલીસ મથકે સોંપ્યો છે. આ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સ્પષ્ટ જણાતાં ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે કાર્યવાહી કરાઈ છે. હવે આ ચારેય ડોક્ટરો સામે ગુનો નોંધીને પોલીસ ફરિયાદ દાખલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ થશે હાલમાં આ ચારેય સિનિયર ડૉક્ટરો સામે રેગિંગની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં દાખલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, હર્ષ પંડ્યા આપઘાત કેસની તપાસ હજુ પણ પુરજોશમાં ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ હર્ષને આપઘાત કરવા માટે મજબૂર કરનાર કે દુષ્પ્રેરણા આપનાર જે પણ જવાબદાર વ્યક્તિઓ સામે આવશે, તેમની સામે કડક કાયદાકીય કલમો હેઠળ દુષ્પ્રેરણાનો કેસ દાખલ કરાશે. ડૉ. હર્ષના ટેબલ પરથી અત્તર, કાતર અને મલ્ટી વિટામિન્સ ટેબલેટ્સ મળી નવી સિવિલ હોસ્પિટલની બોયઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે એસીપી ઝેડ. આર. દેસાઈ સહિતનો પોલીસ કાફલો તપાસ અર્થે પહોંચ્યો હતો. રૂમમાં પ્રવેશતાં જ ડૉ. હર્ષના ટેબલ પર જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી પોલીસ અધિકારીઓ પણ એકપળ માટે ચકરાવે ચડી ગયા હતા. આપઘાત પહેલાં જ મંગાવાયેલી આ તમામ વસ્તુઓ જાણે હાલમાં જ ખરીદીને મૂકી હોય તેવી તદ્દન નવી અને પેક્ડ હાલતમાં ટેબલ પર સજાવેલી હતી. ટેબલ પર પેક મલ્ટી વિટામિન્સની ટેબલેટ્સ, બ્રાન્ડેડ નવા પેન્ટનું લેબલ, નવું તાળું, નવું હેન્ડ સેનિટાઇઝર, નવી સર્જીકલ કાતર અને બે પેક થયેલી અન્ય નવી વસ્તુઓ જોવા મળી હતી. આ ઉપરાંત, તેના ગોગલ્સનું બોક્સ તેમજ પેકિંગમાં રહેલું ગુલાબનું નવું અત્તર પણ ટેબલ પર જ મૂકેલું હતું. બ્રાઉન કવરમાંથી મળેલા બે લેટરથી આપઘાતનું રહસ્ય ઘેરાયું ઘટનાસ્થળેથી મળેલા પુરાવા મુજબ, હર્ષના ટેબલ પર રહેલા બ્રાઉન કવરમાંથી બે મહત્વના લેટર પણ મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કરીને સીધા તપાસ હેઠળ લીધા છે. પ્રાથમિક ધારણા મુજબ ટેબલ પરથી મળેલી મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન મંગાવવામાં આવી હતી, કારણ કે તેના પાર્સલ કવર પણ રૂમમાંથી જ મળી આવ્યા છે. આટલી બધી નવી વસ્તુઓ, મલ્ટી વિટામિન્સ અને રોજિંદા વપરાશની સામગ્રી એક-બે દિવસ પહેલાં જ મંગાવવામાં આવી હોય તો અચાનક એવું તે શું બન્યું કે તેણે આટલું આત્યંતિક પગલું ભરવું પડ્યું? હાલ ખટોદરા પોલીસ આ તમામ ઓનલાઈન ઓર્ડર અને લેટર્સની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આપઘાત પાછળનું સાચું કારણ અને જવાબદારો સામે આવી શકે. જવાબદાર ડૉક્ટર-પ્રોફેસરોનું મેડિકલ સર્ટિફિકેટ રદ કરો: ABVP આ મામલે ABVPએ મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPએ આક્ષેપ કર્યો છે કે સમગ્ર ઘટનામાં જવાબદાર ચાર રેસિડેન્ટ ડોક્ટર અને પ્રોફેસરો વિરુદ્ધ મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા માત્ર કાગળ પર અને બતાવા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી છે. જવાબદાર ડૉક્ટર અને પ્રોફેસરોનું મેડિકલ સર્ટિફિકેટ રદ કરવાની પણ માગ કરી છે. 2 દિવસના અલ્ટીમેટમ સાથે ત્રીજા દિવસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 40 લાખના બોન્ડનું દબાણ અને 7 વર્ષમાં 4 આત્મહત્યા મૃતક ડૉ. હર્ષ પંડ્યા શાંત અને સભ્ય સ્વભાવના હતા. ફિલિપાઈન્સથી MBBS કર્યા બાદ તેમણે NEET PG પાસ કરી માઈક્રોબાયોલોજીમાં એડમિશન લીધું હતું. આપઘાતના એક દિવસ પહેલા તેમણે સાથી તબીબને કહ્યું હતું કે, જો 40 લાખ રૂપિયાનો બોન્ડ ભરવાનો ન હોત તો મેં ક્યારનોય આ ડિપાર્ટમેન્ટ છોડી દીધો હોત. સરકારી નિયમ મુજબ PG વચ્ચેથી છોડવા પર 40 લાખનો દંડ હોવાથી તેઓ આર્થિક અને માનસિક દબાણ વચ્ચે ઘૂંટાતા હતા. ઉલ્લેખનીય છે કે, સિવિલ કેમ્પસમાં છેલ્લા 7 વર્ષમાં રેગિંગ અને માનસિક ત્રાસના કારણે ડૉ. ધવલ (2018) અને ડૉ. લોકેશ (2024) સહિત કુલ 4 રેસિડેન્ટ ડોક્ટરો આપઘાત કરી ચૂક્યા છે. આ પણ વાંચો: રેગિંગ કરનાર 4 ડૉક્ટર સસ્પેન્ડ આ પણ વાંચો: દરવાજો તોડ્યો ને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા, સર્જન પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી
    Click here to Read More
    Previous Article
    હોકી વર્લ્ડકપમાં 19 ઑગસ્ટે ભારત vs પાકિસ્તાન:મહિલા ટીમનો પ્રથમ મુકાબલો ચીન સામે; 15 ઑગસ્ટથી ટુર્નામેન્ટની શરૂઆત
    Next Article
    'હર ઘર તિરંગા'થી ટેક્સટાઈલ માર્કેટ 300 કરોડનો કારોબાર કરશે:બંગાળમાં ભાજપ સરકાર બનતાં જ 1 કરોડથી વધુ તિરંગાની માંગ, સ્વતંત્રતા પર્વ પર સુરતનો દબદબો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment