Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફી વધારા સામે ABVPનો વિરોધ:પાંચ દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી

    1 day ago

    ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફી વધારા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ABVPએ યુનિવર્સિટી પ્રશાસનને ચેતવણી આપી છે કે જો પાંચ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ABVP પંચમહાલ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવીને વિવિધ કોર્ષોની પરીક્ષા ફી, પ્રાયોગિક ફી તેમજ અન્ય શૈક્ષણિક સેવાઓની ફીમાં થયેલા વધારા મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો હતો. ABVPએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વર્ષ 1949થી વિદ્યાર્થી હિતના પ્રશ્નોને વાચા આપતી સંસ્થા તરીકે પરિષદ દ્વારા અગાઉ પણ વિવિધ પ્રકારના સર્ટિફિકેટ અને ફી વધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. તાજેતરમાં 13 મે, 2026ના રોજ યુનિવર્સિટી દ્વારા કરાયેલા ઠરાવ મુજબ પરીક્ષા ફી અને પ્રાયોગિક ફીમાં 20 ટકાથી 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ABVPએ આ વધારાને વિદ્યાર્થી વિરોધી ગણાવ્યો છે અને તેનો કડક વિરોધ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થી પરિષદે બે મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં વિવિધ કોર્ષોની પરીક્ષા અને પ્રાયોગિક ફીમાં કરાયેલો વધારો ઘટાડવાની તેમજ એનરોલમેન્ટ, UG-PG રજિસ્ટ્રેશન, ડુપ્લિકેટ ડિગ્રી, માર્કશીટ સુધારા અને લેટ ફી સહિતની વિવિધ સેવાઓની ફીમાં તાજેતરમાં કરાયેલો વધારો પાછો ખેંચવાની માંગણીનો સમાવેશ થાય છે. ABVP પંચમહાલે યુનિવર્સિટી પ્રશાસનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આગામી પાંચ દિવસમાં આ માંગણીઓ સ્વીકારીને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો યુનિવર્સિટીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરાશે. આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી 16 મહિના પછી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા:G7 સમિટમાં સાથે બેઠેલા જોવા મળ્યા, 5 મિનિટ સુધી વાત કરી; કાલે ટ્રેડ ડીલ પર ચર્ચા થઈ શકે
    Next Article
    સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીનો સાથી ક્લાસમેટ પર ચપ્પુથી હુમલો:બંને સગીરો વચ્ચે કોઈ સામાન્ય બાબતે ક્લાસરૂમમાં બોલાચાલી બાદ ઝઘડો, વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment